જીરૂમાં ફરી તેજી આવી, નિકાસ ભાવમાં મણે રૂ.૫૦નો સુધારો જોવાયો, જીરું વાયદો 27000 પહોંચ્યો.
જીરૂની બજારમાં મે વાયદાની એક્સપાયરી પહેલા ભેતરથી મુમેન્ટ છે છે જીરૂમાં અને નિકાસ વેપારો થોડા ચાલુ હોવાથી ભાવમાં રૂ.૫૦નો સુધારો હતો. જીરૂમાં હાલ વૈચવાલી ઓછી છેઅને સામે થોડા-થોડા વેપારો ચાલુ હોવાથી બજારને ટેકો મળી રહ્યો છે.
જીરૂ મે વાયદો રૂ.૨૦ વધીને રૂ.૨૮૪૦૦ અને જ વયાદો રૂ.૨૬૦ ઘટીને રૂ.ર૭૦૪૦ની સપાટી પર બંધ રહ્યો હતો. જીરૂની બજારમાં આગામી દિવસોમાં જો સહાકીય મુવમેન્ટ આવશે તો વાયદો ૩૦ હજાર નજીક પહોંચશે, પરંતુ જો વેચવાલી આવશે તો ભાવ જૂન વાયદામાં ૨૫ હજાર જોવા મળી શકે છે.
જીરૂમાં મેની એક્સપાયરી પહેલા બે તરફી મુવમેન્ટ જોવાશે, જૂન વાયદો રૂ.૨૭ હજાર નજીક
જીરૂમાં તાજેતરની તેજી બાદ રાજકોટમાં આવકો વધીને ચાર હજાર નજીક પહોંચી હતી.ઉંઝા બાજુ હતી આવક -ભાવ સ્ટેબલ રહ્યા હતા.
જીરુંમાં હવે ઉંચા ભાવથી ચાઈનાથી લેવાલી અટકી શકે છે ચાઈનામાં જીરુંમાં મોટા પાકની વાતો હોવાથી તે પોતાની જરૂરિયાત પુરતી જ ખરીદી કરી રહ્યું હોવાથી ભાવ એક મર્યાદા સુધી વધી શકે છે.