ગુજરાતમાં ચાલી રહેલ હિટવેવ વચ્ચે હજુ બે દિવસ ગરમીમાં મળવાની કોઇ આશા નથી અને આજે અમદાવાદ-ગાંધીનગરમાં ગરમીનું રેડ એલર્ટ અપાયેલ છે. જ્યારે આજે ૨૦ અને આવતીકાલે ગાંધીનગર- અમદાવાદ સહિતન ૨૧ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે. આગામી રવિવારે અમદાવાદ-ગાંધીનગર છે. સહિતના રેકોર્ડ જોક ગરમી નોંધાવાની પણ આગાહી કરવામાં આવી છે.
જ્યારે આગામી સોમવારથી તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાતા ગરમીમાં આંશિક રાહત મળવાની આગાહી છે
રાજ્યમાં ગરમીનો પ્રકોપ ચરમ સીમાએ પહોંચ્યો છે. અંગ દઝાડતી ગરમીમાં ગુજરાત શેકાયું છે. અમદાવાદમાં અને ગાંધીનગરમાં આજે રેડ અલર્ટની આગાહી વચ્ચે ગઇકાલે રેકોર્ડબ્રેક તાપમાન નોંધાયુ અમદાવાદમાં ૪૬.૬ ડિગ્રી તાપમાન નોંધાયું છે. જેને પગલે જનજીવન અસ્તવ્યસ્ત બન્યુ.
અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં આ વર્ષે ચોમાસું સારું રહેવાની આગાહી કરાઈ છે. 8 જૂન દરિયામાં પવન ફુંકાઈ શકે અને મે મહિનાના અંતમાં અરબસાગરમાં હલચલ જોવા મળી શકે છે. ત્યારબાદ ધીરે ધીરે ચોમાસુ આગળ વધશે. મતલબ કે અંબાલાલના જણાવ્યા અનુસાર 8 થી 14 જૂન દરમિયાન વરસાદની શક્યતા રહેલી છે. વધુમાં અંબાલાલે જણાવ્યું કે 14 થી 28 જૂન દરમિયાન વરસાદ પડી શકે છે. તો સાથે સાથે દેશમાં ઘણા ભેગોમાં પૂરની શક્યતા પણ છે. નર્મદા, સાબરમતી, તાપી નદીના જળસ્તરમાં વધારો નોંધાશે. 4 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ થવાની આગાહી અંબાલાલ પટેલે કરી છે.
આ વર્ષનું ચોમાસું 6 મહિના જેટલું લાંબું
આ વર્ષનું ચોમાસું જૂનથી શરૂ થઇ જશે જે ઓક્ટોબર સુધી ચાલશે. નવરાત્રીમાં પણ ભારે વરસાદ પડશે. આગામી તા. 15 થી 23 જૂન સુધીમાં વાવણી લાયક વરસાદ થઇ જશે. ગીર સોમનાથ જિલ્લામાં 90 ઇંચ, જૂનાગઢ જિલ્લામાં 80 ઇંચ અને પોરબંદર જિલ્લામાં 100 ઇંચ વરસાદ પડવાની શક્યતા છે. આ વર્ષેમા ચોમાસું પણ સૌથી લાંબું 6 મહિનાનું રહેવાની પણ શક્યતા. તા. 11 થી 16 જુલાઈ વચ્ચે શક્તિશાળી વાવાઝોડુંણ આવી શકે. ભારતના અનેક રાજ્યોમાં ચોમાસું લાંબુંલ શે.વાવણીલાયક વરસાદ તા. 15 થી 23 જૂન સુધીમાંઇ જશે.” ભીમભાઈ ઓડેદરા, આગાહીકાર
26 થી 2 જુનમાં વરસાદની આગાહી
26 મેથી 4 જૂનમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જેમાં ગુજરાતના કેટલાક ભાગોમાં વંટોળ સાથે વરસાદની શક્યતા રહેલી છે. રોહિણી નક્ષત્રમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની શક્યતા રહેલી છે જેમાં સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે.
“રેમલ” વાવાઝોડું કાલે ત્રાટકશે
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમ બંગાળના કેનિંગથી લગભગ ૮૧૦ કિમી દક્ષિણમાં મધ્ય બંગાળની ખાડી પર આવેલી સિસ્ટમ ૨૫ મેની સવાર સુધીમાં ચક્રવાતી તોફાનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે. હવામાન કચેરીએ જણાવ્યું હતું કે ઉત્તર દિશામાં આગળ વધતાં સિસ્ટમ ૨૫ મેની સાંજ સુધીમાં ગંભીર ચક્રવાતી તોફાનમાં ફેરવાઇ જશે. ૨૬ મેની મધ્યરાત્રિની આસપાસ તીવ્ર ચક્રવાતી તોફાન સાગર ટાપુ અને ખેપુપારા વચ્ચે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠાને પાર કરે તેવી સંભાવના છે.
હવામાન વિભાગે જણાવ્યું હતું કે આ વેધર સિસ્ટમ ૨૬ અને ૨૭ મેના રોજ પશ્ચિમ બંગાળના દરિયાકાંઠાના જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. હવામાન કચેરીએ ૨૬ અને ૨૭ મેના રોજ કોલકાતા, દક્ષિણ અને ઉત્તર ૨૪ પરગણા, પૂર્વા મેદિનીપુર અને હાવડા જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી આપી હતી. તેથી હવામાન વિભાગે તમામ માછીમારોને ૨૪ મેથી ૨૭ મે સુધી બંગાળની ખાડીમાં ન જવા સૂચના આપી છે.