05 થી 10 જુનમાં વરસાદ
ગુજરાતમાં ખાસ કોઈ એક્ટીવીટી જોવા મળી નથી, પરંતુ આજથી ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગના જણાવ્યા મુજબ ગુજરાતમાં આજથી પ્રિ મોન્સુન એક્ટિંવીટી શરું થય શકે છે જેમાં દક્ષિણ ગુજરાતમાં નવસારી, તાપી, ડાંગ, વલસાડ, નમૅદા,સુરત જેવા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં પ્રિ મોન્સુન એક્ટિંવીટીનો વરસાદ પડશે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર, અમરેલી, જુનાગઢ, ગીર સોમનાથના વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના હવામાન વિભાગે વ્યક્ત કરી હતી.
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય
અરબી સમુદ્ર માં બનનાર સંભવિત સાઈક્લોનીક સર્ક્યુલેશન વીશે મોડેલો ના મતમતાંતર મુજબ મધ્ય પૂર્વ અરબી સમુદ્ર માં ગોવા કે મહારાષ્ટ્ર ના દરિયા નજીક 8 જૂન આજુબાજુ UAC બનતુ બતાવે છે. જેમાં હજુ બધા મોડેલો સહમત નથી, એટલે UAC હજુ ક્યાં અને કેટલુ મજબૂત બને એ અત્યારે કહેવુ મુશ્કેલ છે. જો યુરોપિયન મોડેલ મુજબ સિસ્ટમ બને તો 9 જૂન આજુબાજુ થી ગુજરાત માં સારી એવી પ્રિમોન્સુન એક્ટિવિટી જોર પકડે અને રાજ્ય ના ભાગોમાં વરસાદ નું આગમન થાય એવો અંદાજ છે.
તાપમાન કેવું રહેશે
આજથી ગુજરાતમાં મહત્તમ તાપમાન નોર્મલ જોવા મળશે, ૦૫ થી ૧૦ જુનમાં તાપમાન ૩૯ થી ૪૧ ડીગ્રી ની રેન્જમાં રહે તેવી ધારણા છે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં તાપમાન ઊંચું જોવા મળતું હતું ત્યાં હવે થોડી રાહત મળે તેવી શક્યતા છે. આગામી દિવસોમાં તાપમાન થોડું ઊંચું પણ જાય તેવી શક્યતા છે નોર્મલ ફેરફાર થય શકે છે ૧ ડીગ્રી જેટલો. જ્યારે પવન ની વાત કરીએ તો અત્યારે પવન ની ઝડપ ૩૦ થી ૪૦ કિમી વચ્ચે ચાલતી હતી. જેમાં આજથી ધટાડો થાય તેવી શક્યતા છે. તો મુખ્યત્વે પશ્ર્ચિમ દિશાના પવનનો જોવા મળશે.