સફેદ તલની બજારમાં Nai ભાવથીસુધારો હતો. ગુજરાતમાં તલની ” ૪૦ ટકા સારી ક્વોલિટીનો આવતો હોવાથી સારી ક્વોલિટીના તલનાં ભાવમાં કિલોએ રૂ.૧થી રનો વધારો થયો હતો. તલની બજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર બજારનો આધાર રહેલો છે. તલની બજારમા આવકો હવે દશેક દિવસ જ સારી આવે તેવી ધારણાં છે, તબક્કાવાર ઘટશે.
સફેદ તલની બજારમાં નિકાસ વેપારો અત્યારે મર્યાદીત હોવાથી તલની બજારમાં ઉપર કોઈ મોટી તેજી થાય તેવા સંજોગો નથી. આગળ ઉપર ઓગસ્ટ મહિનામાં આયાતી તલનો મારો પણ ચાલુ થાય તેવી ધારણાં છે.તલમા જ્યારે સારા ભાવ મળે ત્યારે વેચાણ કરીને છુટા થય જાવું જોઈએ .
કાળા તલની આવકો ધટી હતી અને ભાવ અથડાઈ રહ્યા હતા.આગામી દિવસોમાં કાળા તલની આવકો હજુ ધટી શકે છે.
કાશ્મીરી તલનો પાક આ વર્ષ ઓછો છે તેમાં જ્યારે ડિમાન્ડ આવશે ત્યારે ભાવ વધે તેવી શક્યતા છે.
તલની બજાર 2800 સુધી ટકેલી જોવા મળી રહી છે તલમાં ઉત્પાદન ઓછું જોવા મળી રહ્યું છે જેની અસર બજારમાં જોવા મળી રહી છે સામે લેવાલીમા પણ વધ-ધટ જોવા મળી રહી છે જેના પરિણામે ભાવ ટકેલા છે આગામી દિવસોમાં વેચવાલી વધશે તો હજુ બજારમાં તેજી આવી શકે છે.