જીરૂ પખવાડિયા પહેલા જેપ મારીને પ્રતિ ૨૦ કિલો રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦ની સપાટીએ પહોંચ્યું હતું. . એ તેજીની વૈતરણીમાં જેને દ સ્નાન કરી લીધું, એ કાવ્યા છે. જીરામાં પ્રતિમણ રૂ.૭૦૦૦ની સપાટીનાં સ્વપ્ન જોતા હતા. એ ફરી જીરૂ બજારનાં ઘટાડાનું કરેક્શન જોઈ રહ્યાં છે, પખવાડિયા પહેલા ભાંગ્લાદેશની ખરીદી ઉપરાંત થોડા અન્ય દેશોનાં નિકાસ કામ ચાલું હતા અને એમાં સટ્ટાકિય બળ ભળવાથી પટીને રૂ.૪૦૦૦નાં તિળયે પહોંચી ગયેલ ભજારને વધવાનો ટેકો મળ્યો હતો.
દેશમાં જીરાની જબરી છત વચ્ચે પણ થોડા દિવસ પુરતો ચૂંટાયેલ તેજીનો રંગ નાલ ઓસરી ગયો છે. વિતેલ શિયાળું સિઝને જીરાનું મોટું વાવેતર હતું, એટલે અમુક ટકા બગાડ-સગાડ વચ્ચે પણ દેશમાં જીરાનો મોટો પાક આવ્યો હતો. તેથી સિઝન પ્રારંભથી જીરાની બજારમાં સતત ઘસારો લાગીને રૂ.૪૦૦૦ની નીચે ભાવ સરકવા લાગ્યા હતા, ત્યારે ખેડતોએ જ વેચવાલીને બ્રેક મારી દીધી હતી.
ઊંઝામાં ઝામાં રાજસ્થાનમાંથી પણ જરૂ વેચવા વેપારીઓ અને ખેડૂતો આવતાં હોય છે. તા.૨૦, મે સોમવારનાં દિવસે વધીને ૭૦ હજાર થી ૭૫ હજાર બોરીની આવક સામે રૂ.૬૦૦૦ થી રૂ.૬૫૦૦નાં ભાવે વેપાર થયા હતા. એ આવક આજે ૧૫ દિવસ પછી તા.૪, જૂન મંગળવારે ઘટીને ૩૦ હજાર બોરી સામે સારા જીરામાં રૂ.૫૪૦૦ થી રૂ.૫૭૦૦ની ભાવ સપાટી હતી. ગોંડલ વાર્ડ ખાતેમાં તા.૨૦, મેને સોમવારે જીરાની આવક ૩૨૫૪
ગુણી (૧૯૫૨ કિવન્ટલ)ની થઈ હતી. એ દિવસે બેસ્ટ ક્વોલિટી જીરામાં રૂ.૬૫૪૧નો ભાવ હતો. તા.૦૪, મંગળવારે આવક ઘટીને ૫૨૮ ગુણી (૩૧૬ ક્વિન્ટલ) આવક સામે બેસ્ટ જીરામાં બજાર રૂ.૫૩૬૧ થઈ હતી. બજાર ઉંચકાણી હતી એટલે ખેડૂતો તરફથી આવકોનો ફલો વધ્યો હતો. બજારમાં ઘસારો લાગ્યો એટલે કરી ખેડૂતોએ વેચવાલીને બ્રેક મારી દીધી છે. વૈશ્વિક જીરાની બજાર આપણા કરતાં નીચી હોય તો આયાત પણ થઈ શકે છે. જીરાનાં ભાવ ઉંચકાવાથી નિકાસ વેપારો ઘટયા છે, એમ સટ્ટાકિય સોદા પણ ધીમા પડ્યા છે. અત્યારે સૌની નજર ચાઈનાનાં ભાવ કેવા ખુલ્લે છે ? તેના ઉપર આગળની બજારમાં વધ-ઘટનો આધાર છે.
તા.૦૪, મંગળવારે સૌરાષ્ટ્રની બજારો પર નજર કરી લઇએ. રાજકોટમાં ૩૦૦ ક્વિન્ટલ જીરાની આવક સામે રૂ.૪૪૦૦ થી રૂ.૫૬ ૧૦ ભાવ થયો હતો. હળવદ યાર્ડ ખાતેમાં ૨૭૫ ક્વિન્ટલ આવક સામે રૂ.૫૨૫૧ થી રૂ.૫૭૫૬ ભાવે વેપાર હતા. ટૂંકમાં ભધા વાર્ડોમાં જીરામાં તેજીનો રંગ દેખાવા સામે બજારો ઉંચકાણી હતી, તે ફરી આજે ભાવ કપાયા પછી આવકો ઘટીને તળિયે પહોંચી છે