અંબાલાલ પટેલની આગાહી
ગુજરાતમાં સમય કરતાં વહેલા ચોમાસાનું આગમન થયું છે. હવામાન વિભાગ દ્વારા વિધિવત ચોમાસું બેસી ગયાની જાહેરાત કરાઈ છે અંબાલાલ પટેલે ચોમાસાના વરસાદ ને લઈ આગાહી કરી છે. સાથે આગામી 16 જુન સુધી હળવા મધ્યમ વરસાદની આગાહી કરી છે.
આજે આટલા વિસ્તારમાં વરસાદ
અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 16 જુન સુધી ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે જેમાં વલસાડ, નવસારી, ડાંગ, સુરત, તાપી, દમણ, દાહોદ, છોટાઉદેપુર, વડોદરા, નમૅદા, પંચમહાલ, બનાસકાંઠા, અરવલ્લી, ભાવનગર, જુનાગઢ, અમરેલી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ચોમાસું એવું રહેશે
અંબાલાલ પટેલે ચોમાસાને લઈ નવી આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે આ વર્ષ ચોમાસામાં થોડો વિરામ પણ આવી શકે છે તેમજ 22 જુન ચોમાસું સારું રહેશે તેવી શક્યતા છે.આ વર્ષ ગુજરાતના તમામ વિસ્તારોમાં વરસાદ પડશે. જુલાઈ અને ઓગસ્ટ મહિનામાં પુર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.
ગુજરાતમાં ચોમાસાનું આગમન થયું છે હવે આગામી 10 દિવસમાં સમગ્ર ગુજરાતમાં ચોમાસું સક્રિય થઈ જશે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, મધ્ય,પૂર્વ માં વાવણી લાયક વરસાદની સંભાવના 16 થી 21 જુનમાં સંભાવના છે તો ઉત્તર ગુજરાત અને કચ્છના બાકીના વિસ્તારોમાં 21 થી 30 જુન દરમિયાન વાવણી લાયક વરસાદની સંભાવના અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે. આ સાથે જુલાઈ મહિનામાં અતિભારે વરસાદની સંભાવના છે જેમાં એક રાઉન્ડ 1 થી 8 જુલાઈમાં આવી શકે છે તો બીજો 17-18 તારીખે થી સંભાવના છે.