જીરુની બજારમાં સતત બીજા દિવસે ભાવ વધ્યા હતા અને મણે રૂ.૧૦૦થી ૧૫૦ની તેજી આવી હતી. જીરૂમાં વેચવાલી સ્ટેબલ છે અને આગામી દિવસોમાં બજારમાં વિચવાલી કેવી આવે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. હાલમાં કોઈ મોટી તેજી-મંદી થાય તેવા સંજોગો બહુ ઓછા દેખાય રહ્યા છે.
જીરુંના એક વેપારીએ જણાવ્યું હતું કે જીરૂની બજારમાં ચાઈનાનો ભમણો ક્રોપ હોવાની વાત આવી રહી છે અને જો પાક ખરેખર ભમણોઆવશે તો હાલ ભારતીય જીરૂની બજારમાં કોઈ મોટી તેજી થાય તેવી સંભાવનાં ઓછી થઈ જશે. ઈદ નજીક આવી ગઈ હોવાથી હવે બાંગ્લાદેશ કે બીજા દેશોની માંગ એકદમ ઘટી ગઈ છે. પાકિસ્તાન પણ વચ્ચે લેવાલ હતું. જેની ધરાકી હવે પૂર થઈ હોવાથી આગળ કોઈ મોટી તેજી-મંદી દેખાતી નથી.
જીરૂ જૂન વાયદો રૂ.૧૫૦ વધીને રૂ.૨૮,૯૧૦ની સપાટી પર બંધ રહ્યો હતો .
જીરુંમાં સુધારો આવી રહ્યો છે આજે ઊંઝા માર્કેટ યાર્ડમાં ૬૦૦૦₹ ભાવ જોવાં મળી રહ્યા છે આગામી જૂન મહિનામાં બજાર વધ-ધટ સાથે ટકેલી રહેશે . જીરુંમાં મોટી તેજી દેખાતી નથી, બજાર ૫૦૦૦-૭૦૦૦ વચ્ચે રહેવાની સંભાવના છે. દિવાળી ઉપર જીરાના ભાવ વધે તેવું હાલ અમુક વેપારીઓ જણાવી રહ્યા છે.