જીરુની બજારમાં ફરી ધટાડો
જીરુંની બજાર અસ્તવ્યસ્ત ચાલ રહી છે. એક તરફ ઉંઝામાં આવકો વધીને આજે ૨૦ હજાર બોરીની થય હોવાથી હોવાથી ભાવમાં રૂ.૫૦થી ૧૦૦નો એવરેજ ઘટાડો હતો, જ્યારે વાયદામાં થોડો સુધાર હતો. એ સિવાયનો ગુજરાતનાં બીજા સેન્ટરમાં હાજર બજારમાં કોઈ મોટા ફેરફારો નહોતાં.
જીરુંના વેપારીઓ કહે છેકે અત્યારે નવી નિકાસ માંગ ખાસ છે નહી અને બજારમાં સુનકાર જેવો માહોલ છે. જીરૂમાં વેચવાલી વધી છે પરંતુ સામે બીજી તરફ બજારમાં નિકાસ કે લોકલ વેપારનો ટેકો ન હોવાથી બજાર વધવી મુશ્કેલ છે.
જીરુનાં નિકાસ ભાવમાં સરેરાશ સ્થિરતા, વાયદામાં સુધારો
આ મહિના દરમિયાન હવે વરસાદની પ્રગતિ અને નિકાસ વેપારો ઉપર બજારો ચાલશે. જીરૂમાં સારો વરસાદ થયા બાદ ખેડૂતો બિયારણ માટે માલ સાચવીને બાકીનો માલ જો ઊંચા ભાવ આવશે તો વેચાણ કરે તેવી શક્યતા છે.
જીરુનો જુન વાયદો રૂ.૨૮૮૦૦ ની સપાટી પર બંધ રહ્યો હતો.જયારે જુલાઈ વાયદો રૂ.૨૪૫ વધીને રુ.૨૭૯૧૫ ની સપાટી પર બંધ રહ્યો હતો.
જીરુની બજારમાં તેજી આવશે કે નહીં?
ચોમાસા દરમિયાન જીરુંમાં તેજી દેખાતી નથી, કારણે કે આ વર્ષ વિદેશમાં નિકાસ ઓછી જોવા મળી રહી છે તેમજ ચીનનો ક્રોપ આ વર્ષ ડબલ આવશે જેની અસર ભારતીય જીરુંમાં જોવા મળશે. જેનાં પરિણામે આ વર્ષ મોટી તેજી દેખાતી નથી. દિવાળી ઉપર જીરુંમાં થોડી તેજી આવવાની શક્યતા છે.