જીરૂમાં ઘટયા ભાવે ફરી ભાવમાં સુધારાથી અથડાતી બજાર
જીરૂ વાયદો અને ખુલ્લી બજાર સતત અથડાઈ રહી છે. પખવાડિયા પહેલા સુધરેલા ભાવમાં ઘટાડો થયો હતો, તો વિતેલ સપ્તાહ દરમિયાન થોડા નિકાસ કામોની સાથે ચાઇનાની ખરીદી HT થવાની હવાથી ભજારમાં કરંટ દેખાયો છે. વિતેલ સિઝન દરમિયાન દેશમાં ૧ કરોડ બોરી જીરૂ પાકવાનો અંદાજ ટ્રેડ દ્વારા મુકવામાં આવ્યો હતો, એમાંથી ૪૩ લાખ બોરી જીરૂ બજારમાં આવ્યું છે, તો તેની સામે ૫૭ લાખ ગુણી જીરૂ બજારમાં આવવાનું બાકી છે. ટૂંકમાં વિતેલ વર્ષનાં ઉંચા ભાવને લીધે બાકીનાં જીરા ઉપર મજબૂત ખેડૂતોની પક્કડ છે.
દેશમાં જીરાની જબરી છત વચ્ચે પણ થોડા દિવસથી કરી સુધારો જોવા મળ્યો છે. વિશ્વમાં આ વર્ષે જીરૂનો પાક ગત વર્ષ કરતાં ભમશો થયો છે. તેથી જીરાની વિશ્વમાં ઘટ પડે એવું નથી, પરંતુ વિશ્વની પાઇપ લાઈન ખાલી હોવાથી જીરાની ખરીદી નીકળતાં બજાર સાવ તળિયે જાય એવું પણ લાગતું નથી. બીજી તરફ જ્યાં સુધી ખેડૂતોની પક્કડ મજબૂત હરશે, ત્યાઁ સુધી સુધી બજાર ઠીકઠીક લેવલથી ન હોવાનું વેપારી વર્તુળો કહે છે. ઊંઝામાં રાજસ્થાનમાંથી હાલ જીરાની ૮૫ ટકા આવકો થઇ રહી છે, તે ખેડુતો મગફળીની વાવણીમાં પડી ગયા પછી ધીમી પડી શકે છે. સ્થાન કે ગુજરાતની આવકો કપાઈને ૧૫ ટકા થઈ ગઈ છે. વીસેક દિવસ પહેલા ૩૦ હજાર બોરી જીરાની આવક સામે ૧૮૦૦૦ થી ૨૨૦૦૦ બોરી આવક છે.
• દેશાવરની ખરીદી નીકળતા પ્રતિમણ બજાર રૂ.૫૦૦૦– રુ.૫૩૦૦થી નીચે જવાની શક્યતા ઓછી…
ઊંઝા ખાતેથી જીરાનાં અગ્રણી વેપારી વિમલભાઈ કહે છે કે છેલ્લા એકાદ સપ્તાહથી ૨૦,૦૦૦ બોરી આસપાસની આવક સામે ૨૫ ટકા માલનાં વેપાર પડતર રહી જાય છે. જીરા બજાર નીચી ક્વોલિટીમાં ૩.૫૦૦૦ થી રૂ.૫૩૦૦ અને દેશાવર ક્વોલિટીમાં રૂ.૫૪૦૦ થી રૂ.૫૬૦૦નાં ભાવે વેપાર થાય છે. આ વખતે દેશાવરમાં સ્ટોક ન હોવાથી ૧૫, જુલાઈ થી ૧૫, ઓગસ્ટ દરમિયાન સ્થાનિક ધરાકીની માંગ નીકળતા બજારમાં કાચો માલ રૂ.૫૦૦૦ થી રૂ.૫૩૦૦થી મંદી થવાનું લાગતું નથી. તેઓ ચાઇનાની વાત કરતાં કહે છે
કે ત્યાં જીરૂની કાપણી થઇ બજારમાં માલ આવવા લાગ્યો છે. આપણા કરતા એનાં પોર્ટ પહોંચ ભાવ ૪૮૦૦ થી ૫૦૦૦ ડોલર ખુલ્યા છે. તેની સામે આપણું જીરુ મુદ્રા પોર્ટ પહોંચ ૩૬૦૦ થી ૩૭૦૦ ડોલરનો ભાવ છે. તેથી આપણું જીરૂ નીચુ હોવાથી અન્ય દેશોની ખરીદી ભારત તરફ વળી શકે છે, તે આપણા જીરૂને સપોર્ટ કરશે.
વિશ્વમાં આ વર્ષે ૨,૧૨,૦૦૦ ટન જીરૂનો પાક…
જીરૂનાં વૈશ્વિક ઉત્પાદનનાં આંકડા જોઇએ તો વર્ષ ૨૦૨૩માં ભારતનો ૬૦ લાખ ગુણી પાક હતો, તેની સામે ૨૦૨૪નો ૧ કરોડ ગુણી પાક અંદાજ છે. ચીનમાં ગત વર્ષના ૪૮ હજાર ટન સામે ૧૦૫ લાખ ટનનો પાક અંદાજ છે. ત્રીજા ક્રમે સરિયાનો ગત વર્ષે ૩૧ હજાર ટન સામે આ વર્ષે વધીને પર હજાર ટન જીરુ પાડયુંછે. ત્રીજા ક્રમે અફઘાનિસ્તાનમાં ૨૨ હજાર ટન સામે ૩૫ હજાર ટનનો પાક, તુર્કીનો પાક ગત વર્ષે ૧૧ હજાર ટન તો આ વર્ષે વધીને ૨૦ હજાર ટન જીરુ પાકવાનો અંદાજ છે. કુલ વિશ્વમાં ગત વર્ષે ૧,૧૨,noo ટન જીરા સામે ૨,૧૨,૦૦૦ ટાળ જેટલું જીરૂ પાડયું છે.