જીરુંમાં નવા નિકાસ વેપારીઓ બંધ થતાં ધટાડો
જીરુની બજારમાં ચાઈનાએ તાજેતરમાં ભારતમાંથી ૧૦૦થી ૧૨૫ કામો બાદ વરમાળા લેખાયો વેપારો અટકી પડયા હોવાથી જીરૂની બજારમાં ભાવ નરમ રહ્યાં હતાં. જીરૂનાં ભાવમાં મણે રૂ.૫૦થી ૧૦૦ની મંદી હતી.
જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ નથી અને આગામી દિવસોમાં જીરૂની બજારમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની ભજારનો આધાર રહેલો છે. હાલમાં કોઈ મુવમેન્ટ દેખાતી નથી. જીરૂના વેપારીઓ કહે છેકે બજારમાં આગળ ઉપર જ નિકાસ વેપાર આવશે તો બજાર વધશે તેવી શક્યતા છે.
ચાઈનાનું નવું જીરૂ સામે હોવાથી નવી ખરીદી હાલ પૂરતી અટકી હોવાનો અંદાજ…
ચાઈના નો નવો ક્રોપ સામે આવી રહ્યો છે અને તેની આવકો પણ હવે થોડા દિવસમાં ગાઈનમાં શરૂ થશે. જુલાઈની શરૂઆતમાં તેના ભાવ કેવા ખુલે છે તેનાં પર આગળની બજારનો આધાર રહેલો છે.
જીરુની બજાર કેવી રહેશે
આ સપ્તાહમાં જીરુંની બજારમાં તેજી આવી હતી સાથે વાયદો પણ ૩૦૦૦૦ ની સપાટીએ પહોંચી ગયો હતો, ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના સરેરાશ બજાર ૬૦૦૦-૬૫૦૦ વચ્ચે જોવા મળી રહ્યા હતા ત્યારે ફરી ઊંઝા માર્કેટ યાર્ડમાં જીરુંના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો, બજાર ૬ નીચે પહોંચી ગય છે આગામી દિવસોમાં જીરાની બજાર વધ-ધટ જોવા મળશે, મોટો ધટાડો થવાની શક્યતા ઓછી છે. ૬ હજાર આસપાસ બજાર ટકેલી રહેશે.