Heavy Rain:રાજ્યમાં વરસાદ ભુક્કા બોલાવી રહ્યો છે.આજે ગુજરાતના 4 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં આજે જળપ્રલય જોવા મળશે તેવી શક્યતા છે અને 15 થી 20 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે. UAC સિસ્ટમ ગુજરાતમાંથી પસાર થઈ રહી છે જેના કારણે ગુજરાતમાં અતિભારે વરસાદની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં જળપ્રલય જોવા મળશે
આજે અતિભારે વરસાદનું એલર્ટ છે જેમાં સૌરાષ્ટ્રમાં મેધ-તાંડવ જોવા મળશે, દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, પોરબંદર, કુતિયાણા, જામનગર, જામજોધપુર, લાલપુર, કાલાવડ, જુનાગઢ, વંથલી, સોરઠ,ધેડ, ધોરાજી, ઉપલેટા, સુરેન્દ્રનગર, મોરબી જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરાયું છે તેમજ બોટાદ, અમરેલી, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં પણ મધ્યમ થી ભારે વરસાદની આગાહી કરી છે.
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ
કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે જેમાં કચ્છમાં રાપર ભુજ ભચાઉ ગાંધીધામ મુદ્રા માંડવી નલીયા તો ઉત્તરમાં બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે.
મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ
મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, બોરસદ, દહેગામ, વીરમગામ, કડી વિસ્તારમાં અતિભારે વરસાદની સંભાવના છે દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે તો દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી નમૅદા સહીતના વિસ્તારોમાં વરસાદ પડશે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.