કાળા તલની બજારમાં રૂ.૩૦ થી ૪૦ નો વધારો
સફેદ તલના ભાવ સ્ટેબલ હતા, પરંતુ કાળા તલની બજારમાં શનિવારે તેજી હતી. કાળા તલના ભાવમાં વેચવાલી ઓછી સામે ડિમાન્ડ નીકળી હોવાથી ભાવમાં રુ૩૦ થી ૪૦ નો વધારો હતો. કાળા તલની ભજારમાં આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેનાં ઉપર આગળની બજારનો આધાર રહેલો છે. અત્યારે કાળા તલમાં રોજની ૪૦૦થી ૫૦૦ બોરીની આવક થાય છે. જેમ હવે વધારો થવાની ધારણાં નથી.
ઝેડ બ્લેક શોર્ટેક્સના ભાવમાં પણ એક જ દિવસમાં કિલોએ રૂ.૩ની તેજી આવી
ઉનાળુ કાળા તલનો પાક ચારથી પાંચ હજાર ટન માંડ આવ્યો છે, જે ગત વર્ષે ઉનાળામાં ૧૫થી ૨૦ હજાર ટન આવ્યો હતો.
આમ કાળા તલના ઉત્પાદનમાં ઘટાડાને કારણે અત્યારે માલ ભહુ ઓછો પડયો છે. આવી સ્થિતિમાં કાળા તલમા ઘોડા વેપાર થતા જ બજારને ટેકો મળ્યો છે. કાળા તલમાં ઝેડ બ્લેક શોર્ટેક્સનો ભાવ પણ રુ.૩ પ્રતિ કિલો એક જ દિવસમાં વધી ગયો હતો.જો માંગ સારી રહેશે તો ભાવમાં હજી પણ થોડો વધારો થાય તેવી ધારણાં છે.