સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા અને આવકો સમગ્ર ગુજરાતમાં ઘટીને સફેદ તલની ૨૮૦૦ બોરીની જ થઈ ગઈ હતી. તલમાં મંદી હોવાથી કોઈ વેચાણ કરવાના મૂડમાં નથી. અને બીજી તરફ ખેડુતો ча ખેતી કાર્યમાં લાગી ગયા હોવાથી જ્યારે હવે તેજી આવશે ત્યારે જવેચાણ કરશે. કાળા તલની બજારમાં તાજેતરમાં તેજી આવી હોવાથી આજે રાજકોટમાં ૫૦૦ ભોરીની આવક થય હતી.
સફેદ તલના વેપારીઓ કહે છેકે હાલના સંજોગોમાં બજારમાં ખાસ કોઈ મોટી મુવમેન્ટ દેખાતી નથી અને આગામી દિવસોમાં બજારમાં લેવાલી સારી આવશે તો હાલ ખેડૂતો ખેતીકાર્યમાં લાગી ગયા હોવાથી અને નીચા ભાવને કારણે આવકો ઘટી ગઈ છે. સફેદ તલમાં જો નિકાસ વેપારી કે ટેન્જર નહીં આવે તો બજારમાં ધટાડો આવી શકે છે.
ઊંઝા માર્કેટ યાર્ડમાં આજે તલના ભાવમાં મણે રુ.10 થી 15 નો સુધારો આવ્યો હતો. અને ભાવ વધારો સારી ક્વોલિટી માં હતો. ગુજરાતમાં તલની આવકો ધટીને 3 હજાર બોરીની નીચે પહોંચી ગય છે જેના કારણે આગામી દિવસોમાં વેચવાલી વધશે તો તલના ભાવ વધી શકે છે.