Heavy rain forecast : ગુજરાતમાં કચ્છ પાસે એક સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય થયું હતું .ઉપરાંત એક બીજી સિસ્ટમ પણ સક્રિય બની છે. જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસદી માહોલ જોવા મળ્યો હતો. પરંતુ આજથી વરસાદની માત્રામાં અને વિસ્તારમાં ધટાડો થશે આગામી ૧૫ તારીખ સુધી રાજ્યમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદ જોવા મળશે.
૧૫ જુલાઈ બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે જે ડિપ્રેશન અને ડિપ ડિપ્રેશનમા ફેરવાઈ ને ગુજરાતમાંથી પસાર થશે જેના કારણે ગુજરાતમાં ૧૫ થી ૨૦ તારીખ વચ્ચે વરસાદનો રાઉન્ડ આવશે. આ સિસ્ટમ વધુ મજબૂત રહેશે જેના કારણે બારે મેઘ ખાંગા થાય તેવી શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે.
૧૫ જુલાઈ ક્યાં ક્યાં વરસાદ
૧૫ જુલાઈથી વરસાદનું જોર વધશે તેવી શક્યતા છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા જિલ્લામાં મધ્યમ થી ભારે વરસાદની ચેતવણી આપી છે સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર મધ્ય ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામશે.
૧૬ જુલાઈ અતિભારે વરસાદ
સિસ્ટમ દક્ષિણ ગુજરાત સુધી પહોંચશે જેના કારણે વલસાડ નવસારી ડાંગ તાપી દમણ અને દાદરા અને નગરહવેલી જેવા વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના છે તેમજ સુરત ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા જેવા જિલ્લામાં ભારે વરસાદની ચેતવણી આપી છે સૌરાષ્ટ્રના વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અને બોટાદ જિલ્લામાં ભારે વરસાદની એન્ટ્રી થઈ જશે. બાકીના વિસ્તારોમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી પંચમહાલ મહીસાગર બનાસકાંઠા પાટણ મહેસાણા જામનગર દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર મોરબી અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે.
૧૭ તારીખે રેડ એલર્ટ
૧૭ તારીખે બારે મેઘ ખાંગા થશે, સૌરાષ્ટ્રમાં જળબંબાકાર વરસાદની સંભાવના છે જેમાં ભાવનગર, તળાજા, મહુવા, પાલીતાણા, શિહોર, ઉમરાળા, જેસર, ગારીયાધાર, રાજુલા, અમરેલી, ઊના, બગસરા,ધારી, ગીર, વિસાવદર,વંથલી, સોરઠ, ધેડ, ઉપલેટા, રાજકોટ, જસદણ, બોટાદ, ગઢડા, ગારિયાધાર, વલભીપુર, વલસાડ,વાપી, કપરાડા, વાની, બીલીમોરા, વાસંદા, નવસારી, ડાંગ,વધય, સુબીર, બારડોલી, વ્યારા, સોનગઢ, ઉચ્છલ, જલધિ, તરંગ, બારડોલી જોવા ભાગોમાં અતિભારે વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં ૧૦ થી ૧૬ ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે.
બાકીના વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળશે તેવી શક્યતા છે આ રાઉન્ડ સાવૅત્રીક વરસાદનો રાઉન્ડ આવશે જેમાં ગુજરાતના તમામ વિસ્તારોમાં સારા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં મધ્ય પૂર્વ અને કચ્છમાં મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે.