બંગાળની ખાડીમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે ગુજરાતમાં 15 તારીખે થી વરસાદનો રાઉન્ડ આવશે, જેમાં સાવૅત્રીક વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે હવામાન વિભાગે 8 દિવસ વરસાદની આગાહી કરી છે
આજે 14 જુલાઈ દરમિયાન દક્ષિણ અને મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે જેમાં વલસાડ નવસારી ડાંગ સુરત ભરૂચ નમૅદા દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ ખેડા દાહોદ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે અને બાકીના વિસ્તારોમાં રેડા/ઝાપટાં પડી શકે છે અને આવતી કાલે થી વરસાદ નો રાઉન્ડ શરૂ થઈ જશે..
15 તારીખે આટલા વિસ્તારોમાં વરસાદ
15 તારીખે વહેલી સવારથી વરસાદી માહોલ જામશે જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા મહેસાણા અરવલ્લી ઈડર ખેડબ્રહ્મા બેચરાજી ગાંધીનગર ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ દક્ષિણ ગુજરાતમાં નમૅદા તાપી ડાંગ વલસાડ જંબુસર ઓલપાડ વાપી સાથે ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ અને રાજકોટ જિલ્લામાં વરસાદની એન્ટ્રી થઈ જશે હળવા થી મધ્યમ વરસાદ જોવા મળશે.
16 તારીખે ભારે થી અતિ ભારે વરસાદ
6 તારીખે દિવસે સૌરાષ્ટ્ર ના ભાવનગર જિલ્લાના મહુવા,તળાજા,પાલીતાણા માં ભારે વરસાદ રહેશે .16 તારીખે રાત્રે અમરેલી,બગસરા,રાજુલા ,ઉના, તુલશીશ્યામ,ગીર ગઢડા, તાલાલા,કોડીનાર,વેરાવળ,માંગરોળ,વિસાવદર,માળિયા,કેશોદ,મેંદરડા,માણાવદર,કડછ,પોરબંદર,કુતિયાણા , જેતપુર માં ભારે થી અતિ ભારે વરસાદ રહેશે જે 1થી 15 ઇંચ સુધી પડી શકે છે જ્યારે રાજકોટ અને જામનગર ના ખંભાળિયા બાજુના વિસ્તાર માં મધ્યમ વરસાદ રહેશે.
વરસાદ 8 થી 10 કલાક સુધી સતત પડશે જેથી સૌરાષ્ટ્ર ના દરિયા કાંઠાના વિસ્તારોમાં જળ પ્રલય થશે .
16 તારીખેકચ્છ,દ્વારકા,જામનગર,મોરબી,સુરેન્દ્રનગર,બોટાદ ના વિસ્તારમાં મધ્યમ વરસાદ રહેશે.દક્ષિણ ગુજરાતમાં પણ ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે સુરત વલસાડ નવસારી ડાંગ તાપી જિલ્લામાં
✔️આ વરસાદનો રાઉન્ડ 22 જુલાઈ સુધી ચાલવાનો છે સાવૅત્રીક વરસાદ જોવા મળશે પરંતુ એકસાથે નહી ✔️