heavy rain today: 2 દિવસથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં 15 થી 20 ઇંચ વરસાદ ખાબક્યો છે. સૌરાષ્ટ્રના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિભારે વરસાદ પડ્યો છે. ત્યારે આજે પણ સૌરાષ્ટ્રમાં અને દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કરાયું છે.
23 તારીખે આટલા વિસ્તારમાં રેડ એલર્ટ
આજે સૌરાષ્ટ્રમાં દ્વારકા ખંભાળિયા કલ્યાણપુર પોરબંદર કુતિયાણા ભાણવડ કેશોદ વંથલી સોરઠ ધેડ ધોરાજી ઉપલેટા રાજકોટ જામનગર જામજોધપુર લાલપુર કાલાવડ ધારી ગીર વિસાવદર સહિતના વિસ્તારોમાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે.તો દક્ષિણ ગુજરાતમાં સુરત તાપી ભરૂચ નમૅદા ડાંગ નવસારી જિલ્લામાં અતિભારે વરસાદનું એલર્ટ છે.
ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર મોરબી અને ગીર સોમનાથ જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે કોઈક વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના છે કચ્છમાં આજે સારા વરસાદ પડી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર વડોદરા આણંદ બોરસદ ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર જિલ્લામાં આજથી વરસાદની માત્રામાં અને વિસ્તારમાં વધારો થશે એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી જિલ્લામાં વરસાદના વિસ્તારમાં વધારો થશે. ગય કાલે અમુક વિસ્તારોમાં એન્ટ્રી થઈ હતી.
24 તારીખે આટલા વિસ્તારો સાવધાન
સિસ્ટમની અસર ઉત્તર ગુજરાત મધ્ય પૂર્વ ગુજરાતમાં જોવા મળશે અને ભારે વરસાદની સંભાવના છે. આ સાથે દક્ષિણ ગુજરાતમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી જિલ્લામાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રમાં અને કચ્છમાં પણ સારો વરસાદ પડી શકે છે આગામી 29 જુલાઈ સુધી આ રાઉન્ડ ચાલશે તેવો અંદાજ છે.