જીરૂમાં નિકાસ ભાવમાં મણે રૂ.૧૫૦નો સુધારો જોવાયો, વાયદામાં મજબૂતાઈ

જીરુની બજાર
Views: 182

જીરુંમાં મણે રુ 150 નો વધારો 

જીરૂની બજારમાં ભાવમાં મજબુતાઈ જોવા મળી હતી અને આગળ ઉપર જો નિકાસ વેપારો આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવનાં દેખાય રહી છે. આગામી દિવસોમાં જીરૂની બજારમાં વેચવાલી કેવી આવે છે અને ચાઈનાનાં લોકલ ત્યાં જીરૂનાં ભાવ કેવા રહે છે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે.

જીરૂનાં વેપારીઓ કહે છેકે હાલના તબકો જીરૂની બજારમાં સરેરાશ ભાવ હજી થોડા વધી શકે છે, પરંતુ બહુ મોટી તેજી દેખાતી નથી. જીરૂમાં નવા નિકાસ વેપારો સારી માત્રામાં નીકળે તો બજારને ટેકો મળશે, કારણ કે હાલ છેલ્લા થોડા સમયથી નિકાસ વેપારો જ અટકી પડ્યાં છે.

જીરૂમાં નિકાસ વેપારો નીકળશે તો બજારને ટેકો મળે તેવી ધારણા …

જીરૂના વાયદામાં સતત ઘટાડા બાદ આજે મામુલી સુધારો થયો હતો. જીરૂ બૅન્મચાર્ક વાયદો રૂ.૬૪૦ વધીને રૂ.૨૬,૭૨૦ની સપાટી પર ભેધ રહ્યો હતો. જો ૨૭ હજારની સપાટી પાર થશે તો આગળ થોડો વધુ સુધારો આવી શકે છે. હજાર બજારો આજે શુક્રવારે થોડા વધે તેવી ધારણાં છે.

ઊંઝા માર્કેટ યાર્ડમાં ૧૦ હજાર નીચે બોરીની આવકો થય છે જ્યારે ભાવ આજે ૫૪૦૦₹ બોલાયા હતા. ગય કાલની તુલનાએ ૨૦૦₹ નો વધારો થયો છે. સરેરાશ બજાર ૫૦૦૦-૫૫૦૦ વચ્ચે ચાલી રહી છે. પરંતુ આગામી દિવસોમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજાર નો આધાર રહેલો છે કોઈ મોટી તેજી આવશે તેવી શક્યતા દેખાઈ રહી નથી. સાથે ભાવ પણ ૫ હજાર નીચે જાય તેવી શક્યતા પણ નથી એકંદરે બજાર ૫૦૦૦ સુધી રહેશે.

27,28 અને 29 તારીખે ભારે વરસાદની આગાહી, જાણો ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદની સંભાવના છે
રાપર ,અંજાર ,ભચાઉ અને ભુજ માર્કેટ યાર્ડ /આજના બજાર ભાવ / apmc rate / 26-07-2024 ના માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up