Heavy rain: ગુજરાતમાં હાલ વરસાદે થોડો વિરામ લીધો છે પરંતુ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે એવામાં બંગાળની ખાડીની સિસ્ટમ ની અસર ફરી આજથી જોવા મળશે તેવી શક્યતા છે હવામાન વિભાગે આગામી 3 દિવસ ગુજરાતમાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી કરી છે.
27 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે વરસાદ
આજથી ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધશે, આજે સાંજે થી ઉત્તરપૂર્વ ગુજરાતમાં, મધ્ય પૂર્વ ગુજરાતમાં અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વધારો થશે અને વરસાદની માત્રામાં વધારો થાય તેવી શક્યતા છે જેમાં સુરત વલસાડ નમૅદા નવસારી ડાંગ તાપી વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા રાજપીપળા અંકલેશ્વર દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર વડોદરા આણંદ બોરસદ દહેગામ ખેડા અમદાવાદ અરવલ્લી જિલ્લામાં વરસાદની આજથી શરૂઆત થઈ જાશે.
28 તારીખે ભારે થી અતિ ભારે વરસાદ
28 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જેમાં દાહોદ છોટાઉદેપુર વડોદરા નમૅદા નવસારી તાપી સુરત વલસાડ તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી બોટાદ જુનાગઢ જિલ્લામાં વરસાદની સંભાવના છે ઉત્તર મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર ખેડા અરવલ્લી પંચમહાલ મહીસાગર સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા પણ હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અમુક સિમિત વિસ્તારમાં ભારે વરસાદ પડી શકે છે કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે આ 3 દિવસ દરમિયાન ગુજરાતમાં સાવૅત્રીક વરસાદની સંભાવના ઓછી છે છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
29 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ
ગુજરાતમાં 3 દિવસ વરસાદની આગાહી કરી છે 29 તારીખે પણ સિસ્ટમ ની અસર જોવા મળશે તેવી શક્યતા છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ નું જોર વધું રહેશે ત્યાંરે ઉત્તર કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ તો અમુક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે.