જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલની આગાહીઃ
રાજયમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર પ્રમાણમાં હળવુ થયા બાદ આવતીકાલથી નર્વો રાઉન્ડ શરૂ થવાની શકયતા છે અને ૫ ઓગષ્ટ સુધી છુટાછવાયાથી માંડીને અમુક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે તેમ હોવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે. તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે પશ્ચિમ બંગાળ અને તેને લાગુ ક્ષેત્રમાં ૫.૮ કી.મી.ની ઉંચાઈએ અપરએર સાયકલોનીક સરકયુલેશન કેન્દ્રીત છે અને તે વધતી ઉંચાઈએ દક્ષિણ-પશ્ચિમ તરફ ઝુકે છે.
આ સિસ્ટમ પશ્ચિમ, ઉતર-પશ્ચિમ તરફ મધ્યપ્રદેશ બાજુ ગતિ કરશે. ચોમાસુ ઘરી દરિયાઈ લેવલે ફિરોઝપુર, ચંદીગઢ, દહેરાદૂન, બરેલી, ગોરખપુર, ભાગલપુર, બાપુરા થઈને ઉતરપુર્વીય બંગાળની ખાડી સુધી લંબાઈ રહી છે. આ સિવાય ૫.૮ અને ૪.૫ કી.મી.ના લેવલમાં એક સીયરઝોન છે અને વધતી ઉંચાઈએ દક્ષિણ તરફ ઝુકે છે. ઓફશોર ટ્રફ દક્ષિણ ગુજરાતથી કેરળના દરિયાકિનારા સુધી સક્રીય છે. ચોમાસુ ઘરી એક- બે દિવસમાં નોર્મલ નજીક આવી જવાની શક્યતા છે.
2 ઓગસ્ટ કયા કયા જિલ્લામાં વરસાદની આગાહી
આજથી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે જેમાં મધ્ય પૂર્વ ગુજરાતમાં દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર અરવલ્લી અમદાવાદ ગાંધીનગર ખેડા જિલ્લામાં સાથે ભાવનગર જુનાગઢ અમરેલી ભરૂચ નમૅદા ડાંગ નવસારી તાપી સુરત જિલ્લામાં પણ વરસાદની સંભાવના છે.
3 ઓગસ્ટ ભારે વરસાદની આગાહી
ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદ નું અનુમાન છે જેમાં અરવલ્લી મહેસાણા પાટણ સાબરકાંઠા બનાસકાંઠા દાહોદ છોટાઉદેપુર વડોદરા પંચમહાલ મહીસાગર ગાંધીનગર ખેડા અમદાવાદ જિલ્લાના વિસ્તારમાં 4 થી 8 ઈંચ વરસાદ વરસી શકે છે.
તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં હળવા મધ્યમ થી ભારે વરસાદની સંભાવના છે સુરત ભરૂચ નમૅદા ડાંગ નવસારી તાપી વલસાડ જિલ્લામાં મધ્ય થી ભારે વરસાદની સંભાવના છે સૌરાષ્ટ્ર કચ્છ માં ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર અને મોરબી જિલ્લામાં મધ્યમ વરસાદની સંભાવના જુનાગઢ ગીર સોમનાથ પોરબંદર દ્વારકા રાજકોટ જામનગર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
તા.૧થી૬ ઓગષ્ટ સુધીની આગાહી કરતા તેઓએ જણાવ્યું હતું કે નવી સીસ્ટમના પ્રભાવ હેઠળ રાજયમાં છૂટાછવાયા તથા કપારેક થોડા વધુ વિસ્તારોમાં હળવો, મધ્યમ અને ભારે વરસાદ થઈ શકે છે. આ દરમિયાન અમુક ભાગોમાં ૬ ઇંચ કરતા પણ વધુ વરસાદની શકયતા છે. તા.ર ઓગષ્ટ – આવતીકાલથી ગુજરાત રીજપનમાં મેથસવારીની શરૂઆત થશે .