હવામાન સમાચાર:સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું રોદ્ર સ્વરૂપ:ગુજરાતમાં જળબંબાકાર, 245 તાલુકામાં મેઘરાજાની સટાસટી:મોરબી, કચ્છ-જામનગરમાં ટ્રાન્સપોર્ટેશન બંધ; પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ૩ દિવસ થી વરસાદની બેટિંગ ચાલુ.
છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદ
દ્વારકાના ખંભાળિયામાં 18.5 ઈંચ, જામનગર 15 ઈંચ, જામનગર નુ જામજોધપુર 13 ઈંચ, લાલપુર 13 ઈંચ, પોરબંદર નું રાણાવાવ 13 ઈંચ, જામનગર કાલાવડ 11.44 ઈંચ, દ્વારકા ભાણવડ 11 ઈંચ, રાજકોટ કોટડા સાંગાણી 10 ઈંચ, દ્વારકા કલ્યાણપુર 10 ઈંચ, પોરબંદર 10 ઈંચ, જામનગર ધ્રોલ 10.6 ઈંચ, રાજકોટ 9 ઈંચ, જામકંડોરણા 7 ઈંચ, પોરબંદર કુતિયાણા 6 ઈંચ, જોડીયા જામનગર 6 ઈંચ, મોરબી વાંકાનેર 5.66 ઈંચ, જુનાગઢ વિસાવદર 5 ઈંચ, વંથલી અને માણાવદર 5 ઈંચ, મેંદરડા, ઉપલેટા અને કેશોદમાં 5 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
🌀🌀 ડીપ ડિપ્રશન સિસ્ટમ અપડેટ 🌀🌀 28/08/2024
આજે સવારે સાડા પાંચ વાગ્યાની સ્થિતિ મુજબ ડીપ ડિપ્રેશન સિસ્ટમ કચ્છમાં ભુજ થી 50કિમી ઉતર ઉતર પૂર્વ દિશામાં સ્થિત હતી, સિસ્ટમ છેલ્લી 6 કલાક દરમ્યાન પ્રતિ કલાકે 10કિમી ની ખુબ ધીમી ગતિએ મુખ્યત્વે પશ્ચિમ દિશામાં આગળ વધી છે અને આગળ પણ મુખ્યત્વે પશ્ચિમ-પશ્ચિમ-દક્ષિણ દિશામાં આગળ વધે તેવી સંભાવના છે.
ડીપ ડિપ્રેશન સિસ્ટમની અસરથી સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી રહ્યો છે અને સિસ્ટમની ધીમી ગતિ જોતા હજુ 24 કલાક સુધી દક્ષિણ-પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ અને મધ્ય-ઉતર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. સિસ્ટમની દિશા અને ટ્રેક બાબતે મોડલોમાં મત મતાંતર છે પણ બધાની સરેરાશ જોતા હજુ સિસ્ટમ 24 કલાક સુધી કચ્છ અને લાગુ પાકિસ્તાન બોર્ડર વિસ્તાર ઉપર જ રહે, મજબૂત જ રહે અને ત્યારબાદ બોર્ડર લાગુ અરબ સાગરમાં પ્રવેશ કરે તેવું લાગી રહ્યું છે. જેથી કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર જે પવન ફૂંકાઈ રહ્યો છે અને વરસાદ પડી રહ્યો છે તે હજુ 24 કલાક સુધી યથાવત ચાલુ રહી શકે. હવામાન વિભાગે આવતા 24 કલાક દરમ્યાન નીચે ચિત્રમાં બતાવ્યા મુજબના વિસ્તારો માટે પૂરની સ્થિતિનું નિર્માણ થાય તેવી સંભાવના વ્યક્ત કરી છે તો આ વિસ્તારોમાં રહેતા લોકોએ સાવધ રહેવા