લાંબા સમય બાદ ન્યુયોર્ક કોટન વાયદામાં સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. આ સપ્તાહ દરમિયાન ન્યુયોર્ક વાયદોને વધીને 70 સેન્ટની સપાટીને પાર પહોંચ્યો છે. ઘણાં સમયથી ન્યુયોર્ક કોટન વાયદામાં 67 સેન્ટથી 68 સેન્ટની સપાટીની વચ્ચે વેપાર થતો હતો. જોકે, આ સપ્તાહથી એમાં નીચેના સ્તરેથી સુધારાની શરૂઆત થઇ છે. અમેરીકામાં પ્રતિકુળ હવામાનની અસરથી ધારણા કરતા ઉત્પાદન ઓછું રહેશે એવા અહેવાલો બાદ વૈશ્વિક રૂ બજારમાં સુધારો જોવા મળ્યો છે.
ઉત્તર ભારતના હરિયાણા અને પંજાબમાં નવા કપાસની આવક શરૂ થઇ છે. ગુજરાતમાં ગોંડલ અને રાજકોટમાં નવા કપાસનું મહૂર્ત થયુ છે. જોકે, આપણે નવા કપાસની પુરજોશમાં આવક હજુ એકાદ મહિના બાદ શરૂ થશે. છેલ્લા ઘણાં સમયથી કપાસના ભાવમાં રૂ.1350થી રૂ.1550ની સપાટીની વચ્ચે વેપાર થઇ રહ્યો છે. રૂ ગાંસડીના ભાવ વધીને ખાંડીએ રૂ.57600ની સપાટીએ પહોંચ્યા છે
કપાસ ઉત્પાદનમાં વિશ્વમાં આપણો દેશ બીજુ સ્થાન ધરાવે છે. આ સિઝનમાં આપણાં દેશમાં કપાસના વાવેતરમાં સારા એવા પ્રમાણમાં ઘટાડો નોંધાયો છે. જોકે, અન્ય દેશોમાં વધુ વાવેતર છે એવા અંદાજો રજુ થયા હોવાથી વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક વાયદામાં સતત ઘટાડા સાથે વેપાર થઇ રહ્યો હતો. જોકે, પ્રતિકુળ હવામાનની અસરથી વૈશ્વિક સ્તરે તેમજ ભારતમાં સ્થાનિક સ્તરે રૂ બજારમાં સુધારો થવાની શરૂઆત થઇ છે.
સીસીઆઇએ ગત્ત સપ્તાહે ૩.૧૪ લાખ ગાંસડી વેચી
સીબીઆઈએ ગત સપ્તાહે ૩ના ભાવમાં એક વખત ઘટાડો અને ભે વખત વધારો કરતાં આખા સપ્તાહ દરમિયાન સીસીઆઈએ ૩.૧૪ લાખ ગાંસડી વેચી હતી .જયારે સીબીઆઈએ ચાલુ વર્ષ 32.10 લાખ ગાંસડી રૂ ખરીદું હતું આમ માત્ર એક સપ્તાહમા કુલ Al ખરીદીનું ૧૦ ટકા રૂ વેચ્યું હતું. સૌસીઆઈએ ગત્ત સપ્તાહે સોમવારે ૫૦૦૦ ગાંસડી, મંગળવારે ३५,७००, બુધવારે ६७,०००, ગુરૂવારે ૧.૧૦ લાખ અને શુક્રવારે ૬૭,૦૦૦ ગાંસડી રૂ વેચ્યું હતું. સીસીઆઈ પાસે હજુ પણ ૧૬ લાખ ગાંસડી કરતાં વધુ રૂનો સ્ટોક પડયો હોવાનો અંદાજ છે.
કપાસના ભાવ 2000 પાર થશે
૨૦૨૪ માં કપાસના ભાવ વધારાને ચાર પરિબળો અસર કરશે.
1) સરકી અને કોટન કેક ના ભાવમાં વધારો થવાનું પરિબળ
2) ભારત સિવાય અન્ય દેશોમાં કોટનની વધતી માંગ
3) ફેબ્રિક માં માલ ની માંગમાં વધારો
4) ભારતના સ્થાનિક કાપડ માલિકો દ્વારા મર્યાદિત સ્ટોક નું પરિબળ
7000 પ્રતિ ક્વિન્ટલ એટલે એક મણ, 20 કિલો કપાસનો ભાવ 1400 રૂપિયા ઉપર થયો. માર્ચ મહિનાની શરૂઆતથી જ કપાસની બજાર 1400 રૂપિયાની ઉપર રહી છે. જેમાં સૌથી વધારે ઊંચી બજાર 8300 પ્રતિકવેન્ટલ રહી છે. એટલે કે 1,630 સુધી માર્ચ મહિનામાં ઉંચી બજાર જોવા મળી છે.
હાલનાં અહેવાલ મુજબ વાત કરીએ તો આ વર્ષ કપાસનું વાવેતર ઓછુ થયુ છે અને સાથે અતિભારે વરસાદ ને કારણે જે વિસ્તારમાં કપાસનું ઉત્પાદન વધું આવતું હતું ત્યા નુકસાન વધું છે જેના કારણે વિદેશી બજાર મા આ વર્ષ માંગ પણ રહેશે અને સાથે કપાસના ભાવ પણ 2000 ઉપર રહવાના એંધાણ છે સરકાર આ વર્ષ ખરીદી 1700 થી કરશે તેવી જાહેરાત કરી છે એટલે તેના અનુસંધાને ભાવ આ વર્ષ 2000 ઉપર તે રહેવાના છે.