અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે એક પછી એક આવનારી સિસ્ટમો વિશે આગાહી કરી છે. સાથે જ તેમના જણાવ્યા અનુસાર, અતિભારે વરસાદનો આ છેલ્લો રાઉન્ડ નથી. હજુ તો સપ્ટેમ્બર મહિનો બાકી છે. જે દરમિયાન ઉપરાછાપરી સિસ્ટમો સર્જાશે અને ભારે વરસાદ ખાબકશે.
બંગાળની ખાડીમાં બેક ટુ બેક સિસ્ટમ બનશે
બંગાળની ખાડીમાંથી આવેલ ડીપ ડિપ્રેશન સિસ્ટમે ગુજરાતમાં તારાજી સર્જી છે.આ સિસ્ટમ વિશે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ સિસ્ટમ હવે ધીરે ધીરે આગળ વધી કચ્છમાંથી અરબી સમુદ્રમાં અને ત્યાંર બાદ પાકિસ્તાનમાં જશે.આ સાથે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ અતિભારે વરસાદ નો રાઉન્ડ છેલ્લો નથી પરંતુ હજું તો સપ્ટેમ્બર મહિનાનો ખેલ બાકી છે.
સપ્ટેમ્બર મહિનામાં બેક ટુ બેક સિસ્ટમ સક્રિય બનશે અને ભારે વરસાદની સંભાવના છે.જેમા અંબાલાલ પટેલે જણાવ્યું કે ૩૦-૩૧ ઓગસ્ટમાં એક બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બનશે અને તે ગુજરાત તરફ આવશે.
સપ્ટેમ્બર ની આગાહી કરતા અંબાલાલ પટેલે જણાવ્યું કે મહીનાની શરૂઆતમાં એટલે કે ૩ સપ્ટેમ્બર આસપાસ વરસાદ ની શક્યતા ઓ છે ત્યાર બાદ બેક ટુ બેક સિસ્ટમ બનશે અને ૪ થી ૧૦ સપ્ટેમ્બરમાં વરસાદ ની શક્યતા ઓ છે
ભારે વરસાદની આગાહી કરતાં અંબાલાલ પટેલે જણાવ્યું કે, 10મી સપ્ટેમ્બર સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. મધ્ય ગુજરાતમાં વરસાદની સ્થિતિ ભારે રહેશે. ઉત્તર ગુજરાતમાં પણ ભારે સ્થિતિ રહેશે. આહવા, ડાંગ, વલસાડમાં ભારે વરસાદ પડશે. આવામાં હવે વરાપ ક્યારે નીકળશે તે ચિંતાનો વિષય છે. વિસ્તારો જળબંબાકર થતાં વરાપ થવામાં વાર લાગતી હોય છે.