જીરુની બજારમાં ભાવમા મજબૂતાઈ નો માહોલ હતો. અંને વેચવાલી ઓછી હોવાથી બજારમાં વેપારીઓ પણ ઓછાં જોવા મળી રહ્યાછે ઊંઝા મા વરસાદ બંધ થયા બાદ વેપારો આજથી વેપારો ચાલુ થયા હતા, પરંતુ પચ્છુ ભાવમાં કોઈ મોટી મુવમેન્ટ જોવા મળી નહોતી.
ઉંઝામાં જીરૂની પાંચ હજાર બોરીની આવક હતી અને ભાવ સુપર ક્વોલિટીમાં ૨૦ કિલોનો રૂ. ૪૬૦૦થી ४७००, બેસ્ટમાં રૂ.૪૫૦૦થી ४९००, મિડીયમમાં રૂ.૪૪૦૦થી ४५००, એવરેજમાં રૂ.૪૩૫૦થી ૪૪૦૦ અને ચાલુ માલમાં રૂ.૪૨૦૦થી ૪૩૫૦ના હતા. ઉંઝામાં પણ વેપારો બહુ ઓછા થયા છે.
રાજકોટ અને ગોંડલ ચાર્ડમાં હજી રજા છે અને સોમવાર સુધી ચાડો બંધ જ રહેવાના છે. જીરૂની બજારમાં આગામી દિવસમાં વેપારી કેવા આવે છે તેનાં પર આગળની બજારનો આધાર રહેલો છે. હાલના તબક્કે જીરૂની બજારમાં કોઈ મોટી મુવર્મેન્ટ દેખાતી નથી. જીરૂનાં નિકાસ ભાવ રૂ.૫૦૦૦થી ૫૦૨૫ની વચ્ચે અથડાય રહ્યા છે. વેપારો બહુ ઓછા છે.
બીજી તરફ વાત કરીએ તો આ વર્ષ જીરુની માંગ વૈશ્વિક લેવલે ઓછી છે જેની અસર ભારતીય જીરુંમાં જોવા મળી રહી છે નિકાસ આ વર્ષ અડધી જોવા મળી હતી એટલે બજારને ગયા વર્ષ ની જેમ ટેકો નથી મળો. દિવાળી ઉપર જીરુંમાં કોઈ મોટી મુવમેન્ટ નથી દેખાતી સામાન્ય સુધારો આવી શકે છે અને સાથે આ વર્ષ વાવેતર એવું રહેશે તેનાં પર બજારનો આધાર રહેલો છે.