“અસના” વાવાઝોડું ટકરાશે, અસના વાવાઝોડાનો ગુજરાતને કેટલો ખતરો?

#વાવાઝોડુ
Views: 309

🌀🌀🌀 Cyclone Asna 🌀🌀🌀

ઓગષ્ટ મહિનામાં ભાગ્યે જ બનતી એક ઘટના તરીકે કચ્છ કાંઠે આજે 30 ઓગષ્ટની સવારે સાયકલોન “આસના” (ASNA) બની ગયું છે. આંતરરાષ્ટ્રિય એજન્સી JTWC એ ડીપ ડિપ્રેશન હવે વાવાઝોડા માં ફેરવાઈ ગયાની જાહેરાત કરી દીધી છે જ્યારે ભારતીય હવામાન વિભાગ મુજબ તે આગામી કલાકોમાં થશે. વાવાઝોડું હાલ કચ્છની જમીન પરથી અરબ સાગરમાં પ્રવેશ કરી ગયું છે જે આગામી સમયમાં મુખ્યત્વે પશ્ચિમ દિશામાં ગતિ કરી કાંઠાથી દુર જતું જશે.

વાવાઝોડાના પવનો અત્યારે પ્રતિ કલાકે 60 થી 70કિમી ની ગતિ થી ફૂંકાઈ રહ્યા છે જ્યારે ઝટકાના પવનોની ગતિ 80કિમી/કલાક સુધી છે. જેની વધુ અસર પશ્ચિમ કચ્છ અને દ્વારકા આસપાસ ના વિસ્તારો પૂરતી રહે.આગામી 24 કલાક દરમ્યાન આસના વાવાઝોડું કચ્છ થી દુર જઈને અરબ સાગરમાં થોડું મજબૂત થઈ શકે પણ કચ્છ અને સૌરાષ્ટ્રમાં તેનો ખતરો નથી.

આજે દિવસ દરમ્યાન કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પવનની ગતિ તેજ રહી શકે જેમાં આજે રાત્રિ થી ઘટાડો થતો જશે. કચ્છના પશ્ચિમ કાંઠા વિસ્તારોમાં અમુક સ્થળે મધ્યમ થી ભારે વરસાદની હજુ આજે શક્યતા ગણાય.પશ્ચિમ સૌરાષ્ટ્રમાં કેટલાક સ્થળે હળવો મધ્યમ વરસાદ શક્ય. સૌરાષ્ટ્રના એ સિવાયના વિસ્તારોમાં છૂટા છવાયા ઝાપટા હળવા વરસાદ સાથે આંશિક વરાપ જેવો માહોલ રહેશે.

ટુંકમાં છેલ્લા ચાર દિવસથી ગુજરાતને ઘમરોળી રહેલ ‘ડીપ ડિપ્રેશન’ સિસ્ટમનો રાઉન્ડ હવે પૂરો થયો ગણાય. આ સિસ્ટમ તેની ધીમી ગતિ સાથે ગુજરાતની ધરતી ઉપર સૌથી વધુ સમય માટે ‘ડીપ ડિપ્રેશન’ તરીકે સક્રિય રહેવા સાથે છેલ્લે વાવાઝોડામાં ફેરવાઈને ‘રેરેસ્ટ ઓફ રેર’ ઘટના તરીકે ઇતિહાસના પાનાઓમાં નોંધાઇ ગઈ છે.  -weather by gaurav raninga

::::31 ઓગસ્ટ થી 6 સપ્ટેમ્બર સુધીનું અને આગોતરૂ એંધાણ::::

:: ઘણા દિવસોથી જે બંગાળની ખાડીમાં લો બન્યું હતું એની અસર થી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં સારો વરસાદી રાઉન્ડ જોવા મળ્યો…

:::: આગામી દિવસોમાં કેવું વાતાવરણ રહી શકે એની વાત કરીએ તો ૨ સપ્ટેમ્બર થી ૫ સપ્ટેમ્બર દરમિયાન દક્ષિણ , મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તેમજ આ રાઉન્ડમાં સૌરાષ્ટ્ર ભાગોમાં જ્યાં ઓછો લાભ મળ્યો તે વિસ્તારોને ગાજવીજ સાથે વરસાદનો રાઉન્ડ જોવા મળશે ….બીજા વિસ્તારમાં છૂટા છવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિઓ જોવા મળી શકે …..

:::: આગોતરા એંધાણ ની વાત કરીએ તો ૬ સપ્ટેમ્બર થી ૧૨ સપ્ટેમ્બર માં ફરી એક વરસાદી રાઉન્ડ જોવા મળશે :::::

આગોતરા એંધાણ માં કાઇ ફેરફાર થાસે તો વિશેષ અપડેટ આપીશું સાથે સાથે આગોતરા એંધાણ માં ક્યાં વિસ્તારમાં કેવું રહી શકે એની વિશેષ અપડેટ ૫ સપ્ટેમ્બર -૨૦૨૪ રોજ આપવામાં આવશે …

પાક નુકસાન સહાય જાહેર, જુલાઈ મહિનામાં થયેલા પાક નુકસાન માટે 350 કરોડની સહાય જાહેર
જીરૂ વાયદામાં રૂ.૨૫,૦૦૦ની ઉપર અથડાતા ભાવ, ઘરાકીનો અભાવ જોવાયો, જાણો બજાર કેવી રહેશે
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up