ડીપ ડીપ્રેશનની અસર હેઠળ સળંગ ચાર-પાંચ દિવસ ભારે વરસાદમાં ધમરોળાયા બાદ મેઘરાજાનું જોર ધીમુ પડવા સાથે મેઘવિરામ જેવી સ્થિતિ છે આવતા સમાહમાં એક લો-પ્રેસર સીસ્ટમ બનવાની આગાહી જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલે કરી છે.
તા.૩૦ ઓગસ્ટથી ૬ સપ્ટેમ્બર સુધીની આગાહી કરતા તેઓએ આજે વાતચીતમાં જણાવ્યું હતું કે નવી લો- પ્રેસર સીસ્ટમ ઉદભવી રહી છે. જે ઘણા દિવસો સુધી સક્રિય રહી શકે છે. ૨-૩ સપ્ટેમ્બરથી ગુજરાત રીજીયનમાં તેની અસર શરૂ થવાની શકયતા છે. ગુજરાત રીજીયનની સરખામણીએ, સૌરાષ્ટ્ર-કચ્છમાં અસર ઓછી રહેશે.જયાં વરસાદની માત્રા અને વ્યાપ ઓછો રહેશે. જોકે ૨-૩ સપ્ટેમ્બરે તે વિશે વધુ અપડેટ જાહેર કરાશે.
જાણીતા વેધર એનાલીસ્ટ અશોકભાઈ પટેલનો નિર્દેશઃ ૨-૩ સપ્ટેમ્બરથી ગુજરાત રીજીયનમાં અસર શરૂ થવાની સંભાવના
મધ્ય અને નજીકની ઉત્તર બંગાળની ખાડી પર ગઈકાલે લો-પ્રેસર હતું તે પશ્ચિમ-ઉતર પશ્ચિમ તરફ આગળ વધવા સાથે આજે પશ્ચિમ-મધ્ય અને તેની નજીકની ઉતર પશ્ચિમ બંગાળની ખાડીમાં મજબુત થઈને વેલમાર્ક લો-પ્રેસર બની શકે છે ત્યારબાદ આંધ્રપ્રદેશ અને લાગુ દક્ષિણ ઓડીશાના દરીયાકાંઠા તરફ આગળ વધશે. આગામી બે દિવસ દરમ્યાન મધ્ય પશ્ચિમ તથા તેને લાગુ ઉતર પશ્ચિમ બંગાળની ખાડી પર ડીપ્રેશનમાં પરિવર્તિત થઈ શકે છે.
3 સપ્ટેમ્બર થી ફરી વરસાદ શરૂ થઈ જાય તેવી શક્યતા છે જેમાં ખાસ ઉત્તર મધ્ય પૂર્વ દક્ષિણ ગુજરાતમાં મધ્ય ભારે વરસાદની આગાહી કરી છે જ્યારે કચ્છમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં સામાન્ય થી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે. આ રાઉન્ડ સાવૅત્રીક નહીં હોય છુટાછવાયા વિસ્તારમાં વરસાદ પડી શકે છે.