વિશ્વભરમાં કપાસના ઉત્પાદનમાં ભારત બીજુ સ્થાન ધરાવે છે. ભારતમાં કપાસ વાવેતરમાં અગ્રેસર ગણાતા ગુજરાત અને મહારાષ્ટ્રમાં છેલ્લા બે સપ્તાહ દરમિયાન થયેલા ભારે વરસાદથી કપાસના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યુ છે. ભારતમાં આ સિઝનમાં કપાસના વાવેતરમાં અંદાજે 10થી 15 ટકા સુધીનો ઘટાડો નોંધાયો છે. વાવેતર ઘટાડા બાદ હવે પ્રતિકુળ હવામાનની અસરથી કપાસના ઉત્પાદનમાં ઘટાડો થવાની આશંકા ઉભી થઇ છે.
છેલ્લા ત્રણ સપ્તાહથી રૂ બજારમાં સુધારા સાથે વેપાર થઇ રહ્યો છે. તા.4 સપ્ટેમ્બરના દિવસે 29એમએમ રૂ ગાંસડીનો ખાંડીએ ભાવ વધીને રૂ.59900ની સપાટીએ પહોંચ્યો હતો. વૈશ્વિક સ્તરે ન્યુયોર્ક કોટન વાયદામાં સુધારા સાથે 70 સેન્ટની સપાટી જોવા મળી હતી. કપાસના ભાવમાં પણ સુધારા સાથે રૂ.1450થી રૂ.1650ની સપાટીની વચ્ચે વેપાર થતો જોવા મળ્યો હતો.
કપાસના ભાવમાં સતત તેજી, 20 કિલોના ભાવ 1700 રૂપિયા નજીક પહોંચ્યાં,કપાસના ભાવમાં બે દિવસથી તેજી દેખાઈ રહી છે. સીઝન પહેલા કપાસના ભાવ વધતા ખેડૂતોને આ વર્ષે સારા ભાવ મળવાની આશા બંધાઈ છે. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં કપાસના ભાવ એક મણના 1648 રૂપિયા બોલાયા હતા.
રાજકોટ માર્કેટ યાર્ડમાં છેલ્લા બે દિવસથી કપાસના ભાવમાં વધારો થયો છે ભાવ આજે 1540 થી 1688 બોલાયા હતા, જ્યારે બાબરા માર્કેટ યાર્ડમાં પણ કપાસ ના ભાવ 1347 થી 1683 સુધી આજે બજાર હતી.