અંબાલાલ પટેલની આગાહી
નવરાત્રિના રંગમાં ભંગ પાડી શકે છે વરસાદ નવરાત્રિના પર્વમાં વિધ્ન બની શકે છે વરસાદ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી ખેલૈયાઓના રંગમાં પડી શકે છે ભંગઃ અંબાલાલ પટેલ નવરાત્રિમાં વરસાદની શક્યતાઃ અંબાલાલ પટેલ 10 ઓક્ટોબરથી ચિત્રામાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. સાથે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે.
10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડી શકે
10 ઓક્ટોબરથી બેસતા ચિત્રા નક્ષત્રમાં વરસાદ પડી શકે છે જેથી નવરાત્રિ દરમિયાન રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યમાં દિવાળી સુધી વાદળછાયું વાતાવરણ રહેવાની અને કેટલાક ભાગોમાં વરસાદની શક્યતાઓ હોવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. નવરાત્રીનો તહેવારના બગડે તે માટે માતાજીને પ્રાર્થના છે પણ 5 ઓક્ટોબરે વરસાદ પડશે. આ વરસાદ છુટાછવાયા ભાગમાં પડશે.
ચોમાસું વિદાય લેવાંમાં મોડુ થઇ શકે છે. 22થી 24 ભારે ઝાપટા પડશે. 10 ઓક્ટોબરે વરસાદ પડી શકે છે. શરદ પૂર્ણિમાંમાં પણ વરસાદ થઇ શકે. દિવાળી સુધીમાં વાદળછાયુ રહેશે. આ વર્ષ ચોમાસું અલગ જોવા મળશે તેવી શક્યતા છે જેના કારણે દિવાળી ઉપર પણ માવઠાની સંભાવના છે સાથે નવેમ્બર મહિનામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે.