વૈશ્વિક રૂ બજારમાં આ સપ્તાહ દરમિયાન સુધારા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. ન્યુયોર્ક કોટન વાયદામાં વધારા સાથે 73 સેન્ટની સપાટીએ વેપાર થઇ રહ્યો છે. ભારતમાં ધારણ કરતા ઉત્પાદન ઓછુ આવવાની સંભાવના તેમજ બદલાયેલા વૈશ્વિક આર્થિક પરિબળોની અસરથી વૈશ્વિક રૂ બજારમાં સામાન્ય સુધારો નોંધાયો છે. જ્યારે ભારતીય રૂ બજારમાં આ સપ્તાહ દરમિયાન સ્થિરતા સાથે વેપાર થયો છે. રૂ ગાંસડીના ખાંડીએ ભાવમાં રૂ.59900ની સપાટી જોવા મળી છે.
ગુજરાતના યાર્ડોમાં હવે ધીરે ધીરે નવા કપાસની આવક વધવાની સંભાવના છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.1475થી રૂ.1675ની સપાટીની વચ્ચે કપાસના ભાવ મળી રહ્યા છે. હજુ પણ જુની સિઝનના કપાસની આવક સારા એવા પ્રમાણમાં થઇ રહી છે. ભારતમાં આ વખતે કપાસનું વાવેતર ઘટ્યુ છે તેમજ ભારે વરસાદના કારણે ગુજરાત અને મહારાષ્ટ્રમાં કપાસના પાકને પ્રતિકુળ અસર થઇ છે
કપાસનો સર્વે: ગુજરાતમાં નવા કપાસની આવકો ધીમી ગતિએ વધી હતી, પંરતુ અત્યારે ભેજવાળા માલ વધારે આવી રહ્યાં છે. કપાસની બજારમાં આગળ ઉપર સરેરાશ વેચવાલી કેવી આવે છે અને રૂની બજારો સારી રહેશે તો નવા કપાસમાં ટેકો મળી શકે છે. કપાસની બજારમાં એવરેજ બજારો એક રેન્જમાં અથડાયા કરશે.
નવા કપાસની ૧૭૦૦ મણની આવક હતી અને ભાવ સુપર ટાઈપ રૂ.૧૫૫૦થી ૧૬૦૦, મિડીયમ રૂ.૧૪૫૦થી ૧૫૨૦, ભેજવાળા રૂ.૧૩૨૦થી ૧૪૨૦ અને એવરેજ બજાર અત્યારે ૧૬૦૦ સુધી ચાલી રહ્યો છે. આ વર્ષ કપાસની બજાર ૨૦૦૦₹ સુધી જોવા મળશે તેવી શક્યતા છે.