પરેશ ગૌસ્વામી ની આગાહી: 25 થી 30 તારીખે ક્યાં ક્યાં જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની આગાહી

#આગાહી
Views: 746

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે, ગુજરાતમાં 25 થી 30 સપ્ટેમ્બર વચ્ચે વરસાદનો એક રાઉન્ડ જોવા મળી શકે છે. આ દરમિયાન સામાન્યથી મધ્યમ અને ભારે વરસાદની સંભાવના છે. ઓક્ટોબર મહિના દરમિયાન છૂટાછવાયો વરસાદ પડી શકે છે. બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે આજથી ગુજરાતમાં વરસાદની માત્રામાં અને વિસ્તારમાં વધારો થશે.કયા ક્યાં જિલ્લામાં વરસાદની સંભાવના છે તેની વિગત વાર માહિતી મેળવીએ.

25 સપ્ટેમ્બરમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ 

બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય બની છે જેના કારણે વરસાદી માહોલ જામશે આજે ખાસ કરીને દક્ષિણ ગુજરાત, મધ્ય પૂર્વ ઉત્તર અને સૌરાષ્ટ્રમાં વરસાદી માહોલ જામશે, જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા ભાવનગર રાજકોટ સુરેન્દ્રનગર બોટાદ અમરેલી જુનાગઢ ગીર સોમનાથ દાહોદ છોટાઉદેપુર વડોદરા આણંદ બોરસદ અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં હળવા મધ્યમ ભારે વરસાદની આગાહી કરી છે.

26 સપ્ટેમ્બર ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ 

26 તારીખે ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ડાંગ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે તો સૌરાષ્ટ્રમાં ભાવનગર બોટાદ અમરેલી અને ગીર સોમનાથ જિલ્લામાં પણ ભારે વરસાદની સંભાવના છે અમદાવાદ ગાંધીનગર વડોદરા ખેડા દાહોદ છોટાઉદેપુર પંચમહાલ મહીસાગર અરવલ્લી સાબરકાંઠા બનાસકાંઠા પાટણ મહેસાણા દ્વારકા પોરબંદર રાજકોટ જામનગર મોરબી ભરૂચ નમૅદા જિલ્લામાં પણ હળવા મધ્યમ થી અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે.

27 સપ્ટેમ્બરમાં ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ 

આ દિવસે વરસાદની ગતિવિધિઓ વધશે ખાસ અમુક વિસ્તારોમાં 8 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ જિલ્લામાં ભારે થી અતિ ભારે વરસાદની સંભાવના છે ભાવનગર અમરેલી બોટાદ જુનાગઢ જિલ્લામાં 1 થી 6 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે આ સિવાય કચ્છમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં હળવાથી મધ્યમ છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.

28 સપ્ટેમ્બર ક્યાં ક્યાં જિલ્લામાં વરસાદ 

સિસ્ટમ ગુજરાત ઉપર સક્રિય બનશે જેના કારણે ગુજરાતમાં વરસાદની સંભાવના છે જેમાં સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ જામનગર દ્વારકા પોરબંદર ગીર સોમનાથ મોરબી જિલ્લામાં હળવા થી મધ્યમ વરસાદની સંભાવના છે અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે સુરત ભરૂચ નમૅદા ડાંગ તાપી નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 25-09-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
જીરૂમાં નિકાસ વેપારો ખુલતા સતત બીજા દિવસે વાયદામાં તેજીનો માહોલ, જીરું ના ભાવ 6000
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up