ગુજરાતમાંથી વરસાદ ધીમે-ધીમે વિરામ લઈ રહ્યો છે ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ એક મહત્વની આગાહી કરી છે. જેમાં તેમણે વાવાઝોડાને લઈને જે ચર્ચાઓ ચાલી રહી છે તેના પર પણ સ્પષ્ટતા સાથે સંપૂર્ણ વાત જણાવી છે. તેમણે આગામી દિવસોમાં ગુજરાતના હવામાનમાં કેવા ફેરફારો થવાના છે તેમાં તાપમાનમાં થનારા ફેરફારો વિશે પણ જણાવ્યું છે. વાવાઝોડાને લઈને જે વાતો ક્યાંક થઈ રહી છે તે અંગે પણ તેમણે મહત્વની સ્પષ્ટતા કરી દીધી છે.
તેમણે એ સ્પષ્ટ કરી દીધું કે હાલ ગુજરાત તરફ કોઈ વાવાઝોડું આવે તેવી શક્યતાઓ નથી. સામાન્ય રીતે એવું બનતું હોય છે કે ઓક્ટોબરમાં દરિયાઈ તાપમાન વધે અને ભેજ હોય એટલે વાવાઝોડું બનવાની શક્યતાઓ હોય છે. પરંતુ હાલ નજીકના સમયમાં કોઈ સાઈક્લોન બને તેની પરિસ્થિતિ નથી. પરંતુ આગામી દિવસોમાં વાવાઝોડું બનશે તો ચોક્કસ અપડેટ્સ આપશું.
પરેશ ગૌસ્વામીએ 9 થી 13 ઓક્ટોબરમાં ફરી વરસાદની આગાહી કરી છે હાલ ચોમાસું ધણા વિસ્તારમાંથી વિદાય લય ગયું છે ત્યારે ગુજરાતમાં લોકલ સિસ્ટમ સક્રિય બનશે જેના કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે તેવું અનુમાન લગાવ્યું છે. જેના કારણે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મધ્યમથી હળવા વરસાદની સંભાવના છે છુટાછવાયા વિસ્તારમાં. સાથે આગામી 5 ઓક્ટોબર સુધી ગરમીમાં વધારો થશે તેવું પણ જણાવ્યું હતું.
દશેરા ઉપર ગુજરાતમાં વરસાદની સંભાવના છે જેમાં 9 ઓક્ટોબરથી હળવા વરસાદની સંભાવના છે એ પણ છુટાછવાયા વિસ્તારમાં જેમાં વલસાડ નવસારી ડાંગ તાપી સુરત ભરૂચ નમૅદા જિલ્લામાં વરસાદ પડી શકે છે તો સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી બોટાદ જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. જામનગર દ્વારકા પોરબંદર જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા બનાસકાંઠા પાટણ જેવા જિલ્લામાં અમુક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના છે.આ રાઉન્ડ 5 દિવસ ચાલશે તેવું પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું.