પરેશ ગૌસ્વામીની આગાહી
રાજ્યભરમાં હાલ નવરાત્રીનું સેલિબ્રેશન ચાલી રહ્યું છે. આ દરમિયાન વરસાદ વિઘ્નરૂપ બને તેની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલે કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7થી 12 ઓક્ટોબર વચ્ચે હળવા વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં હળવો વરસાદનું અનુમાન વ્યક્ત કર્યું છે. અબાલાલ પટેલના અનુમાન મુજબ રાજ્યમાં આજથી વાતાવરણમાં ફરી પલટો આવી શકે છે. 16થી 22 ઓક્ટો. વચ્ચે બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થશે. અરબ સાગરમાં ભેજના કારણે મ.ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતા પરેશ ગૌસ્વામીએ વ્યક્ત કરી છે.
07 થી 12 ઓક્ટોબર માવઠું
વલસાડ, નવસારી, તાપી, ભરૂચ ડાંગ,ગીર સોમનાથમાં આગામી દિવસોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ અમરેલી ભાવનગર જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.6 ઓક્ટોબરથી 8 ઓક્ટોબર દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારમાં છૂટછવાયો મધ્યમ વરસાદનું અનુમાન છે.આજે લઘુત્તમ તાપમાન 26 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 થી 35 ડિગ્રી સેલ્સિયસ રહી શકે છે. પવનની ઝડપ 8 કિલોમીટરની રહેશે.
વાવાઝોડાની મોટી આગાહી
ગરમી, ઉકળાટ અને બફારાનો સામનો કરવો પડશે તેવી સંભાવનાઓ પરેશ ગોસ્વામીએ વ્યક્ત કરી છે. ઓક્ટોબરમાં તાપમાનનો પારો 38-39 ડિગ્રી સુધી જવાની પણ સંભાવનાઓ જોવાઈ રહી છે, તાપમાન આ રીતે જ સતત વધતું રહેશે તો આવનારા સમયમાં ભારતની નજીક વાવાઝોડું બની શકે છે.