વરસાદને લઈને હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની ફરી એકવાર આગાહી સામે આવી છે. તેમણે 13 થી 18 ઓક્ટોબર દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર વધુ રહેશે તેવુ પણ જણાવ્યું છે.
ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. સાથો સાથ કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ હળવા વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્ય પર વાવાઝોડાનો કોઈ ખતરો નથી તેમજ બંગાળની ખાડીમાં વાવાઝોડું બનવાની કોઈ શક્યતા નથી તેવી પણ વિગતો આપી છે
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર જણાવ્યું હતું કે સુરત વલસાડ નમૅદા નવસારી તાપી ડાંગ ભરૂચ જિલ્લામાં હળવા મધ્યમ વરસાદની સંભાવના છે તો 1 થી 3 ઈંચ સુધીનો વરસાદ પડી શકે છે સૌરાષ્ટ્ર વિસ્તારમાં ભાવનગર અમરેલી જુનાગઢ ગીર સોમનાથ રાજકોટ જિલ્લામાં 1 થી 2 ઈંચ જેટલો વરસાદ પડી શકે છે બોટાદ જામનગર દ્વારકા પોરબંદર સુરેન્દ્રનગર મોરબી સામાન્ય વરસાદ પડી શકે છે કચ્છ ના દરીયા કિનારાના વિસ્તારોમાં ઝાપટાં પડી શકે છે મધ્ય પૂર્વ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે તો ઉત્તર ગુજરાતમાં પણ અમુક વિસ્તારોમાં સામાન્ય થી હળવા છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે.
અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય બની છે જેની અમુક લહેરો ગુજરાત સુધી આવશે અને ગુજરાત ઉપર એક સીયર જોન સજૉશે જેના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની સંભાવના છે જેના કારણે ખેડૂતો ને ભારે નુકસાની થઈ શકે છે સાથે હાલના તબક્કે કોઈ વાવાઝોડું બનશે તેવી શક્યતા દેખાઈ રહી નથી પરંતુ સિસ્ટમ ડિપ્રેશન અને ત્યાર બાદ ડિપ ડિપ્રેશન સુધી મજબૂત બની શકે છે અને હાલનો ટ્રેક ઓમાન તરફ નો જોવા મળી રહ્યો છે આમાં હજુ ફેરફાર થવાની શક્યતા રહે લી છે.