ચોમાસાની વિદાય બાદ પણ ગુજરાત (Gujarat)માં વરસાદ થઈ રહ્યો છે. છેલ્લા ચાર દિવસથી તો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ થયો છે પરેશ ગૌસ્વામીએ હજુ ગુજરાતમાં ગાજવીજ સાથે ૨ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના છે તો કચ્છમાં ઉત્તર મધ્ય પૂર્વ ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસશે તેવું અનુમાન છે.
21 તારીખે આટલા વિસ્તારમાં માવઠું
આજે વેહલી સવારે અમરેલી માં બાબરા ,ચિતલ , કુકાવાવ ,દેરડી આસપાસના ના ગ્રામ્ય માં વરસાદ પડી શકે.સૌરાષ્ટ્ર ના દરિયા કિનારા ના વિસ્તારમાં ગીર સોમનાથ, પોરબંદર, દ્વારકા, ખંભાળિયા, જામજોધપુર, લાલપુર , જામનગર જિલ્લામાં વરસાદ પડશે.
👉 બપોર બાદ રાજકોટ ના જેતપુર,ગોંડલ અને શાપર વેરાવળ માં ભારે વરસાદ પડશે.
👉 જૂનાગઢ માં મેંદરડા ,કેશોદ અને વિસાવદર માં સારો વરસાદ પડશે.
👉 જામનગર,મોરબી,સુરેન્દ્રનગર માં છૂટાછવાયા સ્થળોએ વરસાદ પડશે. આવતી કાલે રાજકોટ અને અમરેલી માં કોઈ સ્થળે 5 ઇંચ જેટલો વરસાદ પડી શકે 🙏
જ્યારે દક્ષિણ ગુજરાતમાં વલસાડ વાપી કપરાડા વાની બીલીમોરા વાસંદા નવસારી ડાંગ તાપી ભરૂચ નમૅદા જિલ્લામાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે વડોદરા આણંદ બોરસદ દહેગામ ગોધરા રાજપીપળા છોટાઉદેપુર જિલ્લામાં અમુક જગ્યાએ ઝાપટા થી સામાન્ય વરસાદની સંભાવના છે. ઉત્તર ગુજરાતમાં અને કચ્છમાં મહેસાણા, રાપર ભુજ ભચાઉ માંડવી તાલુકાના વિસ્તારમાં ઝાપટાં પડી શકે છે.