પરેશ ગૌસ્વામીની માવઠાની નવી આગાહી
પરેશ ગૌસ્વામીએ નવી આગાહી કરી છે, આજ સવારથી જ ગુજરાતમાં માવઠાએ વિરામ લીધો હોય તેમ લાગી રહ્યું છે. હવામાન વિભાગે પોતાની આગાહીમાં જણાવ્યું છે કે, રાજ્યમાં આજથી પાંચ દિવસ હવામાન સુકું રહેશે. તો હવામાન નિષ્ણાતે ગુજરાતના હવામાન અંગેની આગાહી કરી છે. આ સાથે તેમણે વાવાઝોડાની ગુજરાત પર કેવી અસર થશે તે અંગેનું પણ અનુમાન કર્યું છે.
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની યુ ટ્યુબ ચેનલમાં આગાહી કરી છે. જેમાં તેમણે જણાવ્યું હતું કે, આજથી માવઠામાંથી મુક્તિ મળે તેવી સંભાવના છે, હવેથી સમગ્ર ગુજરાતમાં વરાપ જોવા મળશે દિવાળી સુધી તેવી શક્યતા છે.
દિવાળી ઉપર માવઠાની આગાહી
પરેશ ગૌસ્વામીએ ફરી માવઠાની આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું હતું કે દિવાળી ઉપર માવઠાની સંભાવના છે ખાસ કરીને 30,31, અને 01 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં છુટાછવાયા વિસ્તારમાં વરસાદની સંભાવના છે. આ વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે છુટાછવાયા વિસ્તારમાં તેવું પરેશ ગૌસ્વામીએ જણાવ્યું છે.
દાના વાવાઝોડું 🌀
વાવાઝોડું બંગાળની ખાડીમાં “દાના” નામનું વાવાઝોડું બન્યું છે .સામાન્ય રીતે અરબ સાગરમાં જે વાવાઝોડું હોય તો તે આપણા ગુજરાતને પ્રભાવિત કરતું હોય છે. જેના કારણે આપણને ઘણું નુકસાન થતું હોય છે. પરંતુ બંગાળની ખાડીના વાવાઝોડા સીધા ગુજરાતને હિટ કરતા નથી. ક્યારેક તે લેન્ડફોલ થયા પછી પશ્ચિમની દિશામાં આગળ વધે ત્યારે તેની થોડી અસર ગુજરાતને થતી હોય છે. અત્યારે જે વાવાઝોડું છે તે ઓડીસા, પશ્ચિમ બંગાળમાં, ઝારખંડ અને બાંગ્લાદેશ ને અસર કરશે, જ્યારે તે ત્રાટકશે ત્યારે તેની પવનની ગતિ 120 થી 140 ની હોય શકે છે તેવું અનુમાન છે.