જીરું ની બજારમાં શાંત પાણીમાં અચાનક એકસપાયરી પહેલે મંદીવાળાએ કાંકરી ફેક્તા વાયદામાં એક જ દિવસમાં રૂ.૧૩૩૦નો કડાકો બોલી ગયો હતો. સવારે હાજરમાં રૂ.૨૫થી ૫૦નાં સુધારાવાળી બજારો તુટી ગઈ હતી. નિકાસકારોએ સાંજે નિકાસ ભાવમાં મણે રૂ.૫૦નો ઘટાડો વાયદાના ઘટાડાને કારણે કર્યો હતો.
જીરૂનાં વેપારીઓ કહે છેકે ઓક્ટોબર વાયડાની એક્સપાયરી હોવાથી બજારમાં ઉથલપાથલ આવી છે. જીરૂના પાવેતર નથી સિઝનમાં ઓછા થાય થાય તેવી ચર્ચાઓ અત્યારથી ચાલી રહી છે,પરંતુ અત્યારે પરાક જ ન હોવાથી બજારમાં કટ આવતો નથી.
આ સપ્તાહ દરમિયાન જીરા બજારમાં સતત ઘટાડા સાથે વેપાર થતો જોવા મળ્યો છે. ઉંઝામાં જીરાની આવક વધીને દૈનિક સરેરાશ 15 હજાર બોરી આસપાસ પહોંચી છે. વેચવાલીમાં એકાએક વધારો નોંધાયો છે, જ્યારે સામા પક્ષે લેવાલી એક સ્તરે જળવાયેલ રહી છે. આ કારણે ભાવમાં સતત ઘટાડો જોવા મળ્યો છે. હાલની સ્થિતિએ ખેડૂતોને રૂ.4600થી રૂ.4900ની સપાટીની વચ્ચે જીરાના ભાવ મળી રહ્યા છે.
જીરાના વાયદામાં પણ સતત ઘટાડા સાથે રૂ.24400ની સપાટી જોવા મળી છે. દિવાળીના કારણે ખેડૂતોની વેચવાલી વધી છે. આગમી સપ્તાહમાં પણ ત્રણેક દિવસ જ વેપારના કામકાજ થશે. આ બાદ દિવાળીની રજાઓના કારણે આશરે 10 દિવસ સુધી કામકાજ બંધ રહેશે. નવી સિઝનમાં જીરાનું વાવેતર કેવુ થાય છે એ પરિબળ ઉપર હવે બજાર સીધી રીતે અસર કરશે.