હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ફરી ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે તેમણે જણાવ્યું હતું કે દિવાળી દરમિયાન ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે , 1 થી 5 નવેમ્બર સુધી વાતાવરણમાં પલટો આવશે તેવું અનુમાન છે બંગાળના ઉપસાગર વાવાઝોડાની અસર ને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ આવવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે.
નવેમ્બરે બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે. 7-14 નવેમ્બર દરમિયાન ગુજરાતમાં માવઠાની શક્યતા છે. 17-20 નવેમ્બરમાં બંગાળના ઉપસાગરમાં તીવ્ર ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. 29 નવેમ્બરથી 3 ડિસેમ્બર સુધીમાં ઠંડીનું જોર વધશે અને 22 ડિસેમ્બરથી કાતિલ ઠંડીનો અનુભવ થશે. આ વર્ષે માવઠાનું પ્રમાણ વધારે રહેશે અને માર્ચ મહિના સુધી રાજ્યમાં માવઠું જોવા મળી શકે છે.
નવેમ્બરના પ્રારંભિક સમયમાં, 6થી 8 નવેમ્બરના દરમ્યાન પશ્ચિમી વિક્ષેપના કારણે ગુજરાતમાં ઠંડીનો પારો નીચે જવાની ધારણા છે. રાજ્યમાં આ સમય દરમિયાન ઠંડીની શરૂઆત થશે અને વાતાવરણમાં ઠંડક વધતી જોવા મળશે. જેને કારણે લોકો માટે ગરમ કપડાંનો ઉપયોગ શરૂ કરવાની જરૂર પડશે.17 અને 18 નવેમ્બર ગુજરાતમાં પશ્ચિમિ વિક્ષેપના કારણે ઠંડી વધશે. ડિસેમ્બરમાં ઠંડીનો ચમકારો વધશે.
નોંધ:7થી 10 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં વધુ એક વાવાઝોડું સર્જાવાની શક્યતા છે