કાર્તિક સુદ એકમ એટલે વિક્રમ સવંત ૨૦૮૧ ના નવા વર્ષની આજથી શરૂઆત થઈ છે. લોકો નવા વર્ષના આગમન માટે તૈયાર છે. ત્યારે નવા વર્ષની આગાહીઓ ડરાવી દે તેવી છે. કારણ કે 2025 માં વાતાવરણમાં મોટા પલટા આવવાની શક્યતા છે. વાવાઝોડા, માવઠા, ઠંડીનો કહેર, ગરમીને સહન કરવા તૈયાર રહેવું પડશે.
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેને લઈને ડરામણી આગાહી કરી છે.૬ થી ૮ નવેમ્બરે આવી રહેલું પશ્ચિમી વિક્ષેપ ગુજરાતમાં ઠંડી લાવશે. ૭ થી ૧૦ નવેમ્બર બંગાળના ઉપસાગર માં વધુ એક વાવાઝોડું આવશે. અરબી સમુદ્ર માં ૧૩-૧૪ નવેમ્બર હલચલ જોવા મળશે. 19 થી 22 નવેમ્બર દરમિયાન બંગાળના ઉપસાગરમાં પ્રચંડ વાવાઝોડું આવશે. આ દિવસોમાં ગુજરાતના હવામાનમાં ફેરફાર થઈ શકે છે, જે માવઠું લાવી શકે છે. 7 થી 14 તથા 19 થી 22 નવેમ્બર દરમિયાન માવઠું આવશે.
અંબાલાલ પટેલે આ વર્ષ ની ભયંકર આગાહી કરી છે તેના મત મુજબ ઉપરા ઉપરી બંગાળના ઉપસાગર માં સિસ્ટમ બનશે, હજુ ત્રણ વાવાઝોડાની સંભાવના છે. બંગાળનાં ઉપસાગર માં વાવાઝોડાની અસર ને કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા છે.
વર્ષ 2010-2023 માં સૌથી વધુ લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં 20 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. 14 વર્ષનો લઘુત્તમ તાપમાનનો રેકોર્ડ બ્રેક થયો છે. આ વર્ષે લઘુતમ તાપમાન ઓક્ટોબર માસમાં વધુ નોંધાયું છે. હવે ધીરે ધીરે તાપમાન ધટશે અને ઠંઠીનો ચમકારો જોવા મળશે તેવી શક્યતા છે.