ગુજરાતમાં નવેમ્બર મહિનાની શરૂઆત થઈ ગઈ છે છતાં પણ ગુજરાતમાં હજુ જોઈએ તેવી ઠંડી શરૂ નથી થઈ. ત્યારે આજે નવા વર્ષનાં દિવસે જાણીએ કે, ગુજરાતમાં નવેમ્બર મહિનાનું પહેલું સપ્તાહ કેવું રહેશે? હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ આગાહી કરતા જણાવ્યુ છે કે, આગામી સાત દિવસ હવે એ જાણીએ ગુજરાતમાં ગરમી ઓછી ક્યારે થશે અને ઠંડીની શરૂઆત ક્યારે થશે અને વરસાદને લઈને કોઈ આગાહી છે?
ગુજરાતનું વાતાવરણ આગામી દિવસોમાં સુકું રહેશે, જ્યારે મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં મોટો ફેરફાર નહીં જોવા મળે.હાલ ગુજરાતમાં ઉત્તર પૂર્વથી પૂર્વીય પવન ફૂંકાઇ રહ્યા છે. આ સાથે અમદાવાદ અને તેની આસપાસનાં વિસ્તારોમાં આજે આકાશ ચોખ્ખું રહેશે. આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી અને લધુત્તમ તાપમાન 22 ડિગ્રી રહેવાની આગાહી આપવામાં આવી છે.
પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે આગામી ૨ દિવસ ગરમી અને ઉકળાટ નો સામનો કરવો પડશે , સાથે ૫ નવેમ્બરથી ગરમી માં ધટાડો જોવા મળે તેવી શક્યતા છે.હાલ આપણે મિક્સ ઋતુનો સામનો કરી રહ્યા છે. રાત્રે શિયાળો અને દિવસે ઉનાળા જેવો માહોલ જોવા મળશે.હાલ તાપમાન ઊંચું જોવા મળી રહ્યું છે તેમાં હવેથી ધટાડો થાય તેવી શક્યતા છે. ૫ નવેમ્બરથી તાપમાન ૪ ડિગ્રી સેલ્સિયસ જેવું નીચે આવશે.