ઊંઝા ગંજબજારમાં સતત બે તરફી બજાર જોવા મળી હતી, દિવાળી બાદ જીરુંની બજારમાં સામાન્ય સુધારો આવી શકે છે. દિવાળીની રજાઓ પૂર્વે વિક્રમી ભાવ સાથે બજાર સ્થિર જોવા મળશે, જ્યારે જીરુંમાં ચાલી રહેલી મંદીને બ્રેક લાગશે . હાલ જીરું ના ભાવ ઊંઝા માર્કેટ યાર્ડમાં ૫૦૦૦ થી ૫૫૦૦ વચ્ચે બજાર ચાલી રહી છે.
બીજી તરફ જીરુંમાં છેલ્લા પોણા બે માસથી સતત મંદિ તરફી ચાલ રહેતાં વેપારીઓમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું પરંતુ દિવાળી પૂર્વે મંદીમાં બ્રેક લાગી છે અને ઘટયાભાવમાં રૂ.પ૦ જેટલા સુધારા સાથે સૌરાષ્ટ્રના કટીંગ માલના એવરેજ ભાવ રૂ.૩૫૦૦ થી ૪૮૦૦, જ્યારે રાજસ્થાન માલના રૂ.૪૦૦૦ થી ૪૭૦૦ જેટલા થઈ ગયા છે. દૈનિક પથી ૭ હજાર બોરીની આવક સામે ૧૨ હજાર બોરી જેટલા વેપારો થઈ રહ્યા છે. દિવાળી બાદ જીરુંના વાવેતરના રિપોર્ટ આવવાની શરૂઆત થઈ જશે અને તેના આધારે બજારની હલચલ જોવા મળશે.
આ વર્ષ જીરુંમાં વાવેતર ઓછુ થવાની શક્યતા રહે છે જેના કારણે આ વર્ષ જીરુંમાં તેજી જોવા મળી શકે છે. ઊંઝા માર્કેટ યાર્ડમાં દિવાળી વેકેશન ખુલતા સામાન્ય ધટાડો આવશે પરંતુ પછી ફરી જીરુંમાં તેજી આવી શકે છે.
જીરૂમાં તંજીનો દોર યથાવત હતો અને ભાવ યાડામા રૂ.૧૦૦ થી ૧૫૦ વધી ગયા હતા. ઉઝામાં સારી ક્વોલિટીનું જીરૂ રૂ.૫૧૫૦માં વેચાણ થયું હતુ,જ્યારે નિકાસ ભાવ યુરોપ ક્વોલિટીનાં રૂ.૫૫૦૦ની નજીક પહોંઆં હતા.