પરેશ ગૌસ્વામીએ ફરી નવી આગાહી કરી છે. દર વર્ષે દિવાળી દરમિયાન લોકો ધાબળા અને રજાઈ લઈ જતા હતા, પરંતુ આ વખતે અત્યાર સુધી સવાર અને સાંજના સમયે જ હળવી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે.આજે પણ ઉત્તર ભારતમાં તાપમાન સામાન્ય કરતા 3 ડિગ્રી વધારે છે. આગામી 2 થી 3 દિવસ સુધી હવામાનમાં કોઈ ફેરફારની કોઈ શક્યતા નથી. પવનની ગતિ 1૦ થી ૧૫ કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.” 3 નવેમ્બરે ઉત્તર અને પૂર્વ ભારતમાં 2-3 ડિગ્રી પછી તાપમાનમાં ઘટાડો થશે.
પરેશ ગૌસ્વામીએ તેની યુટ્યુબ ચેનલ પર માહિતી આપતા જણાવ્યું હતું કે હવે ગુજરાતમાં કોઈ વરસાદની સંભાવના નથી અને બીજી બાજુ તાપમાનમાં હવે થી રાહત મળશે, ઠંડીનું પ્રમાણ વધવાની શક્યતા છે.
આ વર્ષ નવેમ્બરના પ્રથમ અઠવાડિયામાં સવારે અને રાત્રે થોડો ઠંડીનો અનુભવ થાશે, પરંતુ ૧૫ નવેમ્બર બાદ હવામાન બદલાવ આવશે જેના કારણે ૧૫ તારીખ બાક કડકડતી ઠંડીમાં વધારો થશે અને ગાઢ ધુમ્મસ આવવાની શક્યતા છે. આ શિયાળા દરમિયાન ગયા વર્ષે ની સરખામણીએ વધું ઠંડી પડવાની સંભાવના છે કારણ કે ડિસેમ્બર અને ફેબ્રુઆરીમાં દરમિયાન લા નીના સક્રિય થવાને કારણે હવામાનમાં ફેરફાર આવશે.તેવી આગાહી કરી છે.
૫ નવેમ્બર બાદથી પવનની દિશા બદલાઈ ને ઉત્તર અને ઉત્તર પશ્ચિમ ની થશે સાથે તાપમાન અત્યારે ૩૫ થી ૩૮ ચાલી રહ્યું છે તેમાં ૪-૫ ડિગ્રી નો ધટાડો નોધાશે સાથે રાત્રે લધુત્તમ તાપમાન પણ હવે નીચે આવે તેવી શક્યતા છે.