સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ હતા. કોરિયાનાં ત્રણ હજાર ટનના ટેન્ડરનું આજે ફરી રિ ટેન્ડરિંગ થયું હતુ અને ભારતને બહુ જૂજ ઓર્ડર મળ્યો હોવાથી તલની બજારમાં હાલ કોઈ મોટી તેજી દેખાતી નથી. નવા તલની આવકો દેશાવરમાં સ્ટેબલ છે. ગુજરાતમાં પણ ખાસ આવકો આવતી નથી.
તલના વેપારીઓ કહે છેકે સફેદ તલમાં જે રીતે ડીમાન્ડ જોઈએ એવી આવતી નથી. ઠંડી પડશે પછી ખાનાર વર્ગની કાળા તલમાં ઘરાકી વધશે તેવી સંભાવનાએ કાળા તલના ભાવ મણે રૂ.૪૦થી ૫૦ વધી ગયા હતા. આગામી બજારમાં વિવિધ અને ડિમાન્ડ ઉપર બજારનો આધાર રહેલો છે. કોઈ નવું કારણ આવે તો તેજી થઈ શકે છે.
કોરિયાનાં ટેન્ડરમાં ભારતને ઓછો ઓર્ડર મળતા હવે મોટી તેજી હાલ મુશ્કેલ
રાજકોટમાં કાળા તલના ભાવમાં રૂ.૪૦થી ૫૦નો સુધારો હતો. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂ.૩૯૦૦થી ૩૯૮૦, ઝેડ બ્લેકમાં રૂ.૩૭૨૫થી ૩૮૭૫ અને એવરેજ ભાવ રૂ.૩૧૦૦થી ૩૬૫૦ હતા. રાજકોટમાં ૧૫૦ બોરીની આવક હતી.
ઉંઝામાં તલની ૧૦૦૦ બોરીની આવક હતી અને ભાવ કરિયાણા ક્વોલિટીમાં ૨૦ કિલોના રૂ.૨૯૫૦થી ૨૮૫૦ હતા. ઉંઝામાં મોટા ભાગે રાજસ્થાનના તલની આવક થાય છે