ધંઉ ની બજારમાં ભાવ સતતં બીજા દિવસે સ્ટેબલ રહ્યા હતા. દિલ્હીમાં ધંઉના ભાવ રૂ.૩૨૦૦ હતા જ્યારે ગુજરાતની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતા.અત્યારે લેવાલી ઓછી છે, જો મિલો દ્વારા ઘઉંની ખરીદી વધશે તો બજારમાં સુધારો આવી શકે છે. સરકાર દ્વારા આટા વેચાણની જાહેરાતને પગલે મિલોના આટાના વેચાણ ઉપર થોડી અસર પહોંચ તેવી સંભાવનાં છે. આ સંજોગોમાં જો ઘરાકી વધારે ઘટે તો બજારો થોડા નીચા પણ આવી શકે છે તેમ વેપારીઓએ જણાવ્યું હતું.
ગુજરાતમાં ઘઉંનાં વાવેતર હજી સરકારી ચોપડે ચાલુ જ થયા નથી. સરકારના દિવાળી સુધીનાં આકંડાઓ મુજબ વાવેતર અપડેટ થયું નથી. આગામી સોમવારથી વાવેતરના આંકડાઓ ઘઉંમાં અપડેટ ચાલુ થઈ જશે.
અમદાવાદની મિલોના ભાવ રૂ.૩૧૩૦, બરોડાની મિલના ભાવ રૂ.૩૧૫૦ અને સુરતના રૂ.૩૧૭૫ના ભાવ હતાં. હિંમતનગર નિલકંઠ મિલનો ભાવ રૂ.૩૧૧૦ હતો .
માર્કેટિંગ યાર્ડના ભાવ
રાજકોટમાં ઘઉંની કુલ ૧૩૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ક્વોલિટીમાં રૂ.૫૮૦થી ૫૯૬, એવરેજ રૂ. ૬૦૦થી સારી ક્વોલિટીમાં રૂ.૬૩૦થી ૬૭૦ના ભાવ હતાં. ૬૩૦, હિંમતનગરમાં ધંઉની ૫૦૦ ગુણીની આવક હતી અને ભાવ મિલબર ના રૂ.૫૯૦, મિડીયમ ક્વોલિટી ના રૂ.૬૧૦ થી ૬૪૦ અને સારી ક્વોલિટી ના રુ.૬૮૦ ભાવ હતા.
વિદેશી બજારો
વૈશ્વિક ઘઉંની બજારમાં ભાવ સુધર્યા હતાં. બેન્ચમાર્ક શિકાર્ગો ઘઉં વાયદો ૨.૨૪ સેન્ટ વધીને ૫.૭૬ પ્રતિ બુશેલની સપાટી પર પહોંચ્યાં હતાં. ઘઉંનાં ભાવમાં સપ્તાહ દરમિયાન સવા ટકા વધ્યાં હતાં.
યુરોપિયન યુનિયનમાંથી ચાલુ સિઝન જુલાઈ મહિનાથી શરૂ થઈ ત્યરાથી આજ સુધીમાં નિકાસ ૭૭.૬ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે આજ સમયે ૧૧૩.૩ લાખ ટનની નિકાસ થઈ હતી. આમ નિકાસમાં મોટો ઘટાડો જોવા મળ્યો હતો. ફ્રાંસ દ્વારા ચાલુ સિઝનની શરૂઆતથી પૂરતા ડેટા ન મળતા હોવાથી પણ નિકાસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે તેમ યુરોપનાં કમિશને જણાવ્યું હતું