સફેદ તલની બજારમાં ભાવ સ્ટેબલ રહ્યા હતાં. તલની આવકો અત્યારે અને અને સામે સામે ધરાકી જોઈએ એવી નથી. નવેમ્બર મહિનામાં જે રીતની ઠંડી પડવી જોઈએ, તેટલી પડતી ન હોવાથી તલમાં ખાનાર વર્ગની ઘરાકી નથી. વેધર એનાલિસ્ટો કહે છેકે આગામી ૧૭મી નવેમ્બર બાદ ઠંડીનું પ્રમાણ વધવું જોઈએ, જો ઠંડી વધશે તો તલની બજારમાં થોડો ચમકારો આવી શકે છે.
તલમાં નિકાસ વેપારો પ્રમાણમાં ઓછા છે અને વૈશ્વિક બજારો ટાઈટ છે, જો ચાઈનાની લેવાલી ભારત તરફ થોડી પણ વળે તો ભારતીય બજારમાં ઝડપી તેજી આવી જાય તેવા સંકેત મળી રહ્યાં છે.
રાજકોટમાં સફેદ તલની ૩૦૦૦ કટ્ટાની આવક હતી ને ભાવ મિડીયમના રૂ.૨૧૫૦થી ૨૨૦૦, બેસ્ટ કોલેટીના ૨૨૨૫ થી ૨૩૨૫ અને ઉનાળું હલ્દ નો ભાવ રૂ.૨૧૦૦થી ૨૨૫૦ હતો. કરીયાણા બર સફેદ તલમાં ૨૬૦૦ થી ૨૮૦૦ ભાવ હતા.
રાજકોટમાં કાળા તલના ભાવ સ્ટેબલ હતા. ઝેડ પ્રીમિયમ ક્વોલિટીમા રૂ.૩૯૫૦થી ૪૦૨૫, ઝેડ બ્લેકમા રૂ.૩૮૦૦થી ૩૯૨૫ અને એવરેજ ભાવ રૂ.૩૨૦૦થી ૩૭૦૦ હતા. રાજકોટ માર્કેટ યાર્ડમાં ૪૫૦ ની આવકો હતી.