સૌરાષ્ટ્રમાં કપાસના ભાવમાં મણે રૂ. ૨૦થી ૨૫નો સુધારો જોવા મળ્યો,રૂના ભાવ વધુ રૂ.૧૦૦ વધીને ૫૫ હજારની આસપાસ સ્ટેબલ જોવા મળ્યાં

કપાસની બજાર
Views: 354

કપાસની બજારમાં મજબૂતાઇ હતી અને ભાવ સૌરાષ્ટ્રમાં ભાવ મણે રૂ.૨૦ થી ૨૫ સુધર્યા હતા. કપાસમાં હવે કોલેટી સુધરી રહી છે અને ૨૦ ટકા હવાવાળા માલો આવવા લાગ્યા છે જીનો પણ હવે ધીમી ગતિએ ખુલી રહ્યા છે જેના કારણે કપાસની વેચવાલી વધી રહી છે. જોકે રૂ ની બજાર ૫૫ હજારની આસપાસ સ્ટેબલ હોવાથી કપાસમાં હવે મોટી તેજી હાલ દેખાતી નથી. રૂ વધશે તો કપાસ વધુ સુધરશે.

સૌરાષ્ટ્રમાં કપાસની આવક , બોટાદમાં ૫૫ હજાર મણ,હળવદમાં ૪૦ હજાર મણ, બાબરામાં ૧૩ હજાર મણ, અમરેલીમાં આઠ હજાર મણ અને ગઢડામાં છથી સાત હજાર મણની આવક થઈ હતી.

કડીમાં મહારાષ્ટ્ર ના કપાસની ૫૦ ગાસડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૩૦થી ૧૫૦૦ હતા.અને કાંઠિયાવાડના કપાસની ૭૦થી ૮૦ ગાડીની આવક સામે ભાવ ૨૦ કીલોના રૂ.૧૫00થી ૧૫૩૦ હતા.

સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૨૫ ગાંસડી ની આવક હતી. અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૪૫૦ થી ૧૫૦૦ ના ભાવ પ્રતિ ૨૦ કિલો ના હતાં.

રાજકોટમાં નવા કપાસની ૧૫ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમા રૂ.૧૫૩૦થી ૧૫૫૦, એ વનનાં ૧૫૦૦ થી ૧૫૨૫ બી પ્લસ ના રૂ.૧૪૦૦થી ૧૪૫૦ અને થી 1200થી ૧૪૦૦ અને સી પ્લસ રૂ.૧૨૦૦થી ૧૩૦૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૫૭૫ની હતી.

રૂની બજારમાં સતત બીજા દિવસે રૂ.૧૦૦ વધ્યા હતાં. કપાસિયા શીડ અને ખોળ ની બજારમાં પણ ભાવ અથડાય રહ્યા હતા. ખોળ વાયદો નરમ હતો. ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૯ લેન્સ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૧૦૦ વધીને ૫૪,૭૦૦થી ૫,૫૦૦૦ ના હતા, જ્યારે કલ્યાણના ભાવ કસ્ટેપલ રૂ.૪૨,૦૦૦થી  ૪૫૦૦૦ હતાં.

 

કડકડતી ઠંડી ક્યારે પડશે, પરેશ ગૌસ્વામીએ કરી ઠંડીને લઈ મોટી આગાહી
ગુજરાતમાં ધાણાના ભાવ સ્ટેબલ, રાજસ્થાનમાં ક્વિન્ટલે રૂ.૧૦૦ની તેજી આવી, નવી સિઝનમાં મોટી તેજી આવશે
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up