કપાસની બજારમાં ટુંકી વધધટે સ્થિરતા, ભાવ હજું ધટે તેવી શક્યતા, કપાસિયા અને ખોળ માં મંદી આવી, કપાસની બજાર કેવી રહેશે

કપાસ ની બજાર
Views: 102

સૌરાષ્ટ્રમાં આજે નવા કપાસની આવકમાં કાપ મુકાયો હતો, જેને પગલે કપાસની બજારો ધટતી અટકી ગઈ હતી. રૂની બજારો રૂ.૩૦૦ ઘટી હોવાથી કપાસના ભાવમાં પણ આગામી દિવસાં થોડો ઘટાડો આવે તેવી ધારણાં છે. મહારાષ્ટ્રના કપાસની આવકો હવે ગુજરાતમાં વધી રહી છે, જેને કારણે જીનો પણ હવે વધારે ચાળવા લાગી છે. સુધા સુકા માલો આવતા હોવાથી જીનોનો મોટી રાહત મળી ગઈ છે.

સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૬૦ હજાર મણ, હળવદમાં ૪૫ હજાર મણ, બાબરામાં ૧૨ હજાર મણ, અમરેલીમાં નથ હજાર મણ અને ગઢડામાં આઠ હજાર મણની આવક થઈ હતી.

કડીમાં મહારાષ્ટ્રનાં કપાસની ૪૦ ગાડીની આવક થઈ હતી અને ભાવ રૂ.૧૪૭૦થી ૧૫૧૦ હતા અને કાંઠિયાવાડના કપાસની ૮૦થી ૯૦ ગાડીની આવક સામે ભાવ ૨૦ કિલોનાં રૂ.૧૫૦૦થી ૧૫૫૦ હતા. સૌરાષ્ટ્રમાં મહારાષ્ટ્રના કપાસની ૬૦ ગાડીની આવક હતી અને ભાવ મહારાષ્ટ્રના કપાસના રૂ.૧૪૫૦થી ૧૫૨૫ના ભાવ પ્રતિ ૨૦ કિલોના હતા.

રાજકોટમાં નવા કપાસની ૧૩ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૫:૩૦થી ૧૫૫૦, એ પ્લસ રૂ.૧૫૦૦થી ૧૫૨૫, બી પ્લસ રૂ.૧૪૫૦થી ૧૪૭૫ અને બી ગ્રેડ રૂ.૧૩૫૦થી ૧૪૨૫ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૩૦૦ હતા. એક એન્ટ્રી રૂ.૧૫૬૫ની હતી.

કપાસિયા અને ખોળમાં ભારે મંદીઃ કપાસ અને રૂ પણ તૂટ્યાં

કપાસનું ઉત્પાદન ઘટવાના અંદાજો છતાં સમગ્ર બજારમાં વ્યાપક મંદી છવાઇ જતાં કિસાનો, જિનીંગ મિલો અને યાર્ન ઉત્પાદકો બધા જ મુંઝાયા છે. દિવાળી પછી એકતરફી ઘટાડો તમામ ચીજોમાં થઇ રહ્યો હોય નબળા વર્ષમાં ય તેજીની આશા રાખી રહેલો કિસાન સૌથી વધારે દુઃખી છે. એમાં ય કપાસિયા અને ખોળમાં બોલી ગયેલા કડાકાથી બજારમાં ચિંતા વધી ગઇ છે.

કપાસિયાનો ભાવ દિવાળી પૂર્વે રૂ. ૭૦૦-૭૨૫ હતો. અત્યારે રૂ. ૬૭૫-૭૦૦ થઈ ચૂક્યો છે. જોકે મહિનામાં રૂ. ૧૨૫નો ઘટાડો થયો છે. બીજી તરફ કપાસિયા ખોળ દિવાળી પૂર્વે રૂ. ૧૭૭૫-૧૮૬૦ હતો એના અત્યારે રૂ. ૧૪૫૦- ૧૫૫૦ છે, કુલ રૂ. ૩૧૦-૩૨૫ તૂટ્યાં છે. જોકે મહિનામાં રૂ. ૫૦૦-૫૨૫નો ધ્રુજારો આવી ચૂક્યો છે.

કપાસિયા અને ખોળની વ્યાપક મંદી વિષે કલ્પના તો હતી કારણકે ભાવ વિક્રમી ઉંચા હતા. જોકે જે ઝડપથી ભાવ તૂટ્યાં છે એનાથી બજારમાં સન્નાટો વ્યાપી ગયો છે. અગ્રણી બ્રોકર અવધેશ સેજપાલ કહે છેકે, બજાર ખૂબ જ ઉંચે જતી રહી હતી. એ મોટું કારણ છે. કારણકે ખોળ ખૂબ મોંઘો થતાં પશુપાલકોને પોસાણ ન હતુ. પશુધનના ખોરાક માટે પાલકોએ ડીડીજીએસ સહિતના અન્ય ખોરાક તરફ ધ્યાન આપતા માગને ૩૦- ૪૦ ટકા જેટલો ફટકો પડ્યો છે. તેનું આ પરિણામ છે. હવે ખોળ ઘટે છે પણ માગ અઘરી છે.

તેમણે ઉમેર્યું કે, આપણા કપાસનું જિનીંગ થવા લાગ્યું છે. જોકે કપાસિયામાં તેલની ટકાવારી ઓછી છે. એ પણ મંદીનું કારણ છે. કપાસિયા તેલના ભાવ તોતીંગ ઉંચા છે એટલે પણ ખોળ ઘટે છે. કપાસિયા ખોળના ડિસેમ્બર વાયદામાં સોમવારે ભારેખમ ખાનાખરાબીમાં નીચલી સર્કિટ લાગી હતી.

ખોળના ભાવ તૂટવાને લીધે હવે એક બાબત સારી બની છેકે મિક્સીંગ ખોળનું ચલણ સાવ ઘટી ગયું છે. અગાઉ મિક્સીંગને લીધે વ્યાપક અસર અસલી ખોળને થતી હતી. હવે સારા અને ભેળસેળિયા ખોળ વચ્ચે બદલો માત્ર રૂ. ૧૦૦નો રહ્યો છે એટલે તે ચાલતા નથી. બજારમાંથી મળતી માહિતી પ્રમાણે પાછલા ત્રણ દિવસમાં એક્સચેંજ ડિલિવરીમાં હેજરોએ ખોળમાં રૂ. ૧૩૭૫-૧૪૬૦માં આશરે ૩૦-૩૨ હજાર ગુણીના કામકાજ કર્યા હોવાના સમાચાર છે. આ ખોળ ૧થી ૧૫ ડિસેમ્બર ડિલિવરીની શરતનો હશે. કપાસના ભાવમાં પણ દિવાળી

પછી રૂ. ૫૦ નીકળી ચૂક્યાં છે. મહિનામાં રૂ. ૭૦ ઘટ્યા છે. કપાસનો ભાવ પ્રમાણમાં ઓછો પ્રભાવિત થયો છે. રૂનો ભાવ ખાંડી એ રૂ.૫૦૦થી ૬૦૦ ઘટીને રૂ. ૫૩૮૦૦-૫૪૨૦૦ થઈ ગયો છે. જોકે મહિનામાં રૂ. ૧૮૦૦ની મંદી થઈ છે.

ડીસા અને લાખાણી માર્કેટ ભાવ /આજના બજાર ભાવ /apmc rate /jeera bhav / 21-11-2024 ના ડીસા માર્કેટ યાર્ડ ના ભાવ
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up