કપાસમાં ઘટાડો યથાવત, ક્વોલિટી મુજબ રૂ.૧૦થી ૧૫નો ઘટાડો,રૂમાં ધીમી ગતિએ ઘટાડાનો દોર યથાવત, વધુ રૂ.૧૦૦ ઘટ્યાં

કપાસની બજાર
Views: 174

કપાસની બજારમાં નીચા ભાવથી વેચવાલી ઘટી છે. બોટાદામાં આવકો હવે ધટીને ૪૦ હજાર મણની જ જોવા મળી રહી છે. દેશમાં રૂની આવક ભલે વધતી હોય છે, પંરતુ ગુજરાતમાં ખેડૂતો નીચા ભાવથી હવે વેચાણ કરવાના મુડમાં નથી. નબળો કપાસ બજારમાં હલવી રહ્યાં છે, પરંતુ સારો કપાસ સ્ટોર કરી રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૪૦ હજાર મણ, હળવદમાં ૪૫ હજાર મણ, બાબરામાં ૧૫ હજાર મણ, અમરેલીમાં આઠ હજાર મણ અને ગઢડામાં છ હજાર મણની આવક થઈ હતી.

ગુરૂ નાનક જયંતિને કારણે આજે દેશમાં રૂની આવકો ઘટીને ૧.૫૮ લાખ ગાંસડીની થઈ હતી, જે ગઈકાલ સુધી ૧.૮૦ લાખ ગાંસડી ઉપર હતી. જોકે રૂની બજારમાં ઘરાકી ન હોવાથી ભાવ સતત ઘટી રહ્યા છે અને આજે પણ રૂ.૧૦૦ ઘટયાં હતાં.

ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૯ લેન્થ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ.૧૦૦ ઘટીને રૂ.૫૪,૨૦૦થી ૫૪,૭૦૦ના હતા, જયારે કલાસ રૂના ભાવ રૂ.૨૫૦ વધ્યા હતા. ખાંડીના રૂ.૪૨,૦૦૦થી ૪૨,૫૦૦ હતા.

રાજકોટમાં નવા કપાસની ૧૪ હજાર મણની આવક હતી અને ભાવ હોર-જીમાં રૂ.૧૫૨૦થી ૧૫૩૦, એ પ્લસ રૂ.૧૫૦૦ થી ૧૫૨૦, બી પાસ રૂ.૧૪૫૦થી ૧૪૭૫ અને બી ગ્રેડ રૂ.૧૩૫૦થી ૧૪૦૦ અને સી ગ્રેડમા રૂ.૧૨૦૦થી ૧૩૦૦ હતા એક એન્ટ્રી રૂ.૧૫૫૫ની હતી.

આજના તમામ માર્કેટ યાર્ડ ના કપાસના બજાર ભાવ ,જાણો આજના 25-11-2024 ના કપાસ ના ભાવ , તાજા કપાસ ના ભાવ
ધાણા વાયદાની તેજીને પગલે હાજર બજારમાં ક્વિન્ટલે રૂ.૧૦૦થી ૧૫૦ની તેજી, આ વર્ષ કેવા રહેશે ભાવ જાણો
Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up