હવામાન નિષ્ણાત પરેશ ગૌસ્વામીએ વાવાઝોડા ને લયને મોટી આગાહી કરી છે જેમાં બંગાળની ખાડીમાં અત્યારે એક તમિલનાડુ થી 980 કીલો મીટર દક્ષિણ દિશામાં એક વેલમાકૅ લો પ્રેશર સક્રીય છે આ લો પ્રેશર ને યોગ્ય હવામાન મળવાને કારણે આ સિસ્ટમ મજબૂત બનશે, ત્યાંર બાદ આગામી 3-4 દિવસ માં ડિપ્રેશન અને ત્યાર બાદ ડિપ ડિપ્રેશન સુધી મજબૂત બની ને એક સાયક્લોન નું સ્વરૂપ લે તેવી શક્યતા છે.
બંગાળની ખાડીમાં આ વાવાઝોડું બનશે તો સાઉદી અરેબિયા તરફથી તેનું નામ ફૈગલ (ફૈજલ) . પરેશ ગૌસ્વામીએ જણાવ્યું હતું કે ચોક્કસ આ વાવાઝોડું બને તેવી શક્યતા છે પરંતુ ગુજરાતને તે અસરકારકતા નહી રે તેવું અનુમાન છે. જો આ વાવાઝોડું પશ્ચિમ અને ઉત્તર તરફ ગતિ કરે તો ગુજરાતમાં વરસાદ રુપી અસર થય શકે છે પણ હમણાં ગુજરાતમાં ૩૦ નવેમ્બર સુધી કોઈ વરસાદની સંભાવના નથી.
તે ઉપરાંત માવઠાની માહિતી આપતા જણાવ્યું હતું કે ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં એક માવઠું થાય તેવી શક્યતા છે અને આ માવઠું શિયાળો શરૂ થયાનું પ્રથમ માવઠું હશે. અત્યારે અરબી સમુદ્ર અને બંગાળની ખાડી સક્રિય છે ઈશાન નું ચોમાસું શરું છે એટલે અને ઉત્તર ભારતમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મજબૂત આવશે અને તેના અમુક ટ્રફ ગુજરાત સુધી લંબાશે જેના કારણે ગુજરાતમાં ડિસેમ્બર મહિનામાં માવઠાની સંભાવના દેખાય રહી છે.
જ્યારે ઠંડીની વાત કરીએ તો ગુજરાતમાં ધીરે ધીરે લધુત્તમ તાપમાન નીચું આવી રહ્યું છે આગામી દિવસોમાં ૨ ડીસેમ્બર સુધી લધુત્તમ તાપમાન ૧૪ થી ૧૭ ડીગ્રી સેલ્સિયસ વચ્ચે જોવા મળશે સાથે બપોર દરમિયાન મહત્તમ તાપમાનમાં ૧ થી ૩ ડીગ્રી સેલ્સિયસ તાપમાન નીચું આવે તેવી શક્યતા દેખાઈ રહી છે હમણાં ગુજરાતમાં કડકડતી ઠંડી માટે રાહ જોવી પડશે સાથે પવન મુખ્યત્વે ઉત્તર દિશા ના રહેશે અમુક વિસ્તારોમાં પૂર્વ ના જોવા મળે તેવી આગાહી પરેશ ગૌસ્વામીએ કરી હતી.