ચણામાં લેવાલી ઘટતા ભાવમાં ફરી રૂ.૫૦થી વધુનો ઘટાડો જોવા મળ્યો, બજાર કેવી રહેશે

ચણાની બજાર
Views: 81

ચણાની બજારમાં ભાવ નરમ રહ્યા હતા અને ક્વિન્ટલે રૂ.૫૦થી ૬૦ની મંદી આવી હતી. ચણાની બજારમાં ભાવ ઉપરના લેવાલ ઉપર ટકતા નથી, જેને કારણે આગામી દિવસોમાં બજાચે બે તરફી અથડાયા કરશે. આયાતી ચણા ધારણા કરતા મોડા આવે તેવી ધારણા છે, પરંતુ વાવેતરના અહેવાલો સારા આવી રહ્યાં હોવાથી બજારમાં બેતરફી મુવમેન્ટ મળશે.

રાજકોટમાં દેશી ચણાની ૬૦૦ કટ્ટાની આવક હતી અને ભાવ ગુજરાત મિલ્સ ૩માં રૂ.૧૨૦૦થી ૧૨૫૦, સુપર-૩માં રૂ.૧૨૫૦થી १२८०, કાટાવાડામાં રૂ.૧૧૫૦થી ૧૪૩૦ હતા.

કાબુલી ચણામાં દ૨પ કટ્ટાની આવક હતી અને ભાવ ભીટકીમાં રૂ.૧૧૦૦થી ૧૪૦૦, વીટુમાં રૂ.૧૭૦૦થી १८८०, એવરેજ રૂ.૧૬૦૦થી ૨૦૦૦, સુપર રૂ.૨૪૦૦થી ૨૭૦૦ હત… રાજકોટમાં ચણાના ભાવ વેરહાઉસ બેઠા રૂ.૬૬૭૫ ,કોલ્ડના રનિંગ ક્વોલિટીનાં રૂ.૬૬૫૦થી ૬૭૦૦ અને બેસ્ટ ક્વોલિટી રૂ. ૬૮૫૦ના ભાવ હતા.

નવી દિલ્હીમાં રાજસ્થાન લાઈનનાં ચણાનો ભાવ રૂ.૭૦૭૫ અને એમ.પી. લોઈનનો ભાવ રૂ.૧૯૭૫ હતો. ભાવમાં રૂ.૬૦નો ઘટાડો જોવા મળ્યો હતો, તાન્ઝાનિયા માં આયાતી નવા ચણાનાં ભાવ રૂ.૬૪૫૦, જૂના ચણાના રૂ.૬૨૦૦ હતા. ઓસ્ટ્રેલિયાના ભાવ રૂ.૬૯૫૦ અને રૂ.૬૬૦૦ હતા. સુદાન કાબુલીનો ભાવ રૂ.૭૦૫૦ નો હતો.

હાજર બજારમાં ભાવ આકોલા રૂ.૨૯૭૫-૭૦૦૦, મિલ ક્વોલિટી રૂ.૨૮૦૦થી ૬૯૦૦, રાયપુર દેશીમાં રૂ.૬૮૨૫-૬૮૫૦ અને ચણાના દેશીમાં લાતુર મહારાષ્ટ્ર લાઈનનો ભાવ રૂ.૭૦૨૫થી ૭૦૫૦ હતા. ઈન્દોરમાં કાટેવાલાના રૂ.૬૯૦૦ ભાવ હતાં. ઈન્દોર કાબુલી ચણાનો ભાવ ૪૨૪૪ કાઉન્ટમા ૧૫,૨૦૦ હતો. ૫૮-૬૦ કાઉન્ટનો ભાવ રૂ.૧૨,૧૦૦ ક્વોટ થતો હતો. ભાવમાં સ્થિરતા હતી.

આંધ્ર પ્રદેશમાં ૨૭મી નવેમ્બર સુધીમાં ચણાનું વાવેતર ગત વર્ષની તુલનાએ ૪૯ ટકા વધ્યુ છે. સરકારી આંકડાઓ મુજબ વાવેતર ૨.૧૧ લાખ હેકટરમાં થયું, છે, જે ગત વર્ષે ૧.૪૨ લાખ હેકટરમાં થયું હતું. ચણાના વાવેતરનો સરકારે કુલ ૪.૪૭ લાખ હેકટરનો ટાર્ગેટ રાખ્યો છે, જેની તુલનાએ હજી ૫૦ ટકા જ વાવેતર પૂર્ણ થયું છે. તેલગણામાં વાવેતર ૧.૪૦ લાખ હેકટરમાં થયું છે, જેગત વર્ષે આજ સમેય ૧.૯૦ લાખ હેકટરમાં થયું હતું. આમ વાવેતરમાં ૧૨ ટકાનો ઘટાડો થયો છે.

3 થી 9 ડીસેમ્બરમાં માવઠાની આગાહી, પરેશ ગૌસ્વામીની નવી આગાહી
આજના તમામ માર્કેટ યાર્ડ ના મગફળી ના બજાર ભાવ ,જાણો આજના 29-11-2024 ના મગફળી ના ભાવ , તાજા મગફળી ના ભાવ

💥ખેડૂતોનું સૌથી ભરોસાપાત્ર
🙋🏻‍♂No. 1 ફૂગનાશક – એઝોન💪🏻
—–
ચણા, જીરું, ડુંગળી, ધાણાં, શાકભાજી વગેરેમાં આવતાં ફૂગજન્ય રોગો સામે ખુબ જ અસરકારક પરિણામ👍🏻
આજે જ ફોન કરો અને વધુ માહિતી મેળવો
☎ 8849012539
🌐 www.uiplindia.com
કંપનીના ફેસબૂક પેજમાં જોડાવા ક્લિક કરો
👇🏻
https://www.facebook.com/uiplindia

Instagram
YouTube
WhatsApp

Recent Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Fill out this field
Fill out this field
Please enter a valid email address.
You need to agree with the terms to proceed

keyboard_arrow_up