કપાસની બજારમાં શનિવારે ભાવ અથડાય રહ્યા હતા અને આગામી દિવસોમાં રૂની સરકારી ખરીદી અને વેચવાલી કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. કપાસની વેચવાલી સૌરાષ્ટ્રમાં ઘટી છે અને ખેડુતોની સરકારી ખરીદી થાય તેની રાહમાં છે.
રૂની બજારમાં સુધારો, કપાસિયા સીડ અને ખોળના ભાવમાં ઘટાડો યથાવત
રૂની બજારમાં શનિવારે સુધારો જોવા મળ્યો હતો, પરંતુ કપાસિયા સીડ અને ખોળની બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. દેશમાં રૂની આવકો પંથાવત હતી, પરંતુ સામે લેવાલી મર્યાદીત છે. આ તરફ સીસીઆઈની રૂની સરકારી ખરીદી બહુ ઓછી જોવા મળી રહી છે. આજ દિવસ સુધીમાં એકાદ લાખ ગાંસડીની ખરીદી કરી હોવાના સમાચાર આવી રહ્યાં છે. કપાસિયામાં લેવાલી ન હોવાથી ભાવ રૂ.૭૦૦ની અંદર પહોંચી ગયા હતા.
ગુજરાતમાં શંકર રૂના ભાવ ૨૯ લેન્થ અને ૩.૮ માઈકની શરતેના ભાવ રૂ. ૧૫૦ વધીને રૂ.૫૪,૨૦૦ ૫૪,૫૦૦ના હતા, જ્યારે કલ્યાલ રૂના ભાવ રૂ.૧૦૦ વધ્યા હતા, ખાંડીના રૂ.૪૨,૦૦૦થી ૪૨,૨૦૦ હતો.
સૌરાષ્ટ્રમાં કપાસની આવક બોટાદમાં ૩૫ હજાર મલ, હળવદમાં ૧૭ હજાર મણ, બાબરામાં ૧૦ હજાર મણ, અમરેલીમાં છ હજાર મણ અને ગઢડામાં છ હજાર મણની આવક થય હતી.
રાજકોટમાં નવા કપાસની ૧૧ હજાર મણની આવક હતી અને ભાવ ફોર-જીમાં રૂ.૧૪૭૦થી ૧૫૦૦, એ પ્લસ રૂ.૧૪૫૦થી ૧૪૭૫, બી પ્લસ રૂ.૧૪૦૦થી ૧૪૨૫ અને બી ગ્રેડ રૂ.૧૩૨૫થી ૧૩૫૦ અને સી ગ્રેડમાં રૂ.૧૨૦૦થી ૧૨૫૦ હતા.એક એન્ટ્રી રૂ.૧૫૨૩ની હતી.
કપાસીયા ખોળ બજાર
કપાસિયા ખોળની બજારમાં ભાવ શનિવારે નરમ રહ્યાં હતાં.કપાસિયા રૂ.૫ અને ખોળ રૂ.૧૦થી ૧૫ ઘટયું હતું. મોરબીમાં ખોળના ભાવ નાફેડ બારદાન રૂ.૧૫૯૦, સુગર બારદાન રૂ.૧૨૧૦ અને જોડ બારદાન રૂ.૧૫૬૦ના ભાવ હતા. સૌરાષ્ટ્રમાં ખોળ બ્રાન્ડેડ રૂ.૧૫૦૦ અને એવરેજ નાની મિલોના ભાવ રૂ.૧૪૨૫થી ૧૪૫૦ના પ્રતિ ૫૦ કિલો હતા.
કપાસિયા સીડના ભાવ ૨૦ કિલોનાં સૌરાષ્ટ્રમાં એવરંજ રૂ.૬૭૫થી ૬૮૫ હતા. કડીમાં રૂ.૨૯૫થી ૭૦પ હતા.