જીરૂમાં વેચવાલી પણ સ્ટેબલ, હવે નિકાસ વેપારો ઉપર બજારો ચાલશે
જીરૂની વાયદા બજારમાં મજબૂતાઈનો માહોલ હતો અને હાજર બજારમાં ઘટાડાની ચાલ હતી. જીરૂની વેચવાલી સ્ટેબલ છે મઅને સામે ધરાકી ઓછી હોવાથી હાજરમાં ભાવ થોડા નરમ રહ્યા હતા. જીરૂની બજારમાં આગામી દિવસોમાં હવે વાવેતરના આંકડાઓ કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે.
ગુજરાતમાં જીરૂના વાવેતર ૨૫મી નવેમ્બરની સ્પિતિએ ५८ ૫૮ હજાર હેક્ટરમાં થયા છે જે ગત વર્ષે આજે સમેય ૨.૪૫ લાખ હેક્ટરમાં થયા હતા. આમ વાવેતરમાં બહુ મોટો ઘટાડો થયો છે. આવર્ષે વાવેતર પણ લેઈટ છે, જેને કારણે વાવેતરનું સ્પષ્ટ ચીત્ર ડિસેમ્બરનાં પહેલા સપ્તાહમાં આવે તેવી ધારણા છે.
બેન્ચમાર્ક જીરૂ ડિસેમ્બર વાયદો રૂ.૧૩૦ વદીને રૂ.૨૫,૧૫૫ના હતા. જીરૂની બજારમાં આગામી દિવસમાં હવે વાવેતર અને નિકાસ વધારો કેવા થાય છે તેના ઉપર ચાલો. વેપારીઓ કહે છેકે ૧૫મી ડિસેમ્બર બાદ જરૂના રમજાન માટેના નિકાસ વેપારો પણ ચાલુ થઈ જાય તેવી પારણાં છે.
જીરુંનું વાવેતર ૨ લાખ હેક્ટરને પાર
જીરાના વાવેતરમાં વિલંબ સાથે ધીમી ગતિએ વધારો થઇ રહ્યો છે. તા.2 ડિસેમ્બર, 2024ની સ્થિતિએ ગુજરાતમાં કુલ 211121 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયુ છે. ગત સિઝનમાં આ સમાન સમયગાળે ગુજરાતમાં 376020 હેક્ટરમાં જીરાનું વાવેતર નોંધાયુ હતુ, આમ, ગત સિઝનની સરખામણીએ તો હાલની સ્થિતિએ જીરાનું વાવેતર ઘણું ઓછું કહેવાય પણ છેલ્લા ત્રણ વર્ષના વાવેતરની સરેરાશ સાથે સરખામણીએ કરીએ તો જીરાના વાવેતરની સ્થિતિ સામાન્ય કહી શકાય.